fbpx
રાષ્ટ્રીય

સુડાનમાં લડાઈ અટકશે?!.. બંને પક્ષો વાટાઘાટો માટે થયા સંમત, અત્યાર સુધીમાં ૫૩૦ના મૃત્યુ

સુડાનની સેના અને તેના હરીફ અર્ધલશ્કરી જનરલે સંભવતઃ વાટાઘાટો માટે સાઉદી અરેબિયામાં પ્રતિનિધિઓ મોકલવા સંમત થયા છે. સંયુક્ત રાષ્ટ્રના એક ટોચના અધિકારીએ સોમવારે આ જાણકારી આપી. દરમિયાન, યુદ્ધવિરામને વધુ ત્રણ દિવસ માટે લંબાવવામાં આવ્યો હોવા છતાં રાજધાની ખાર્તુમમાં બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. સુડાન માટે યુનાઈટેડ નેશન્સ (યુએન) સેક્રેટરી-જનરલના વિશેષ પ્રતિનિધિ વોલ્કર પર્થેસે જણાવ્યું હતું કે, વાટાઘાટોમાં પ્રારંભિક ભાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોની દેખરેખ હેઠળ સ્થિર અને વિશ્વસનીય યુદ્ધવિરામ સ્થાપિત કરવા પર રહેશે.

ગયા અઠવાડિયેના અસ્થાયી યુદ્ધવિરામથી કેટલાક વિસ્તારોમાં લડાઈ હળવી થઈ, જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે લડાઈ ચાલુ રહી, માનવતાવાદી કટોકટી ઊભી થઈ. પર્થેસે ચેતવણી આપી હતી કે મંત્રણા માટેની યોજના હજુ ચર્ચા હેઠળ છે. અત્યાર સુધી, માત્ર સેનાએ જાહેરાત કરી છે કે તે વાતચીત માટે તૈયાર છે, જ્યારે તેના હરીફ અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સે (ઇટ્ઠॅૈઙ્ઘ જીેॅॅર્િં હ્લર્ષ્ઠિીજ) કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. જનરલ અબ્દેલ ફત્તાહ બુરહાનની આગેવાની હેઠળની સેના અને જનરલ મોહમ્મદ હમદાન ડગલોની આગેવાની હેઠળના અર્ધલશ્કરી દળ વચ્ચેનો સંઘર્ષ ૧૫ એપ્રિલે શરૂ થયો ત્યારથી કોઈપણ મંત્રણા એ શાંતિ તરફની પ્રગતિનો પ્રથમ મોટો સંકેત હશે. સુડાનના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ત્યારથી નાગરિકો અને લડવૈયાઓ સહિત લગભગ ૫૩૦ લોકો માર્યા ગયા છે, જ્યારે ૪,૫૦૦ અન્ય ઘાયલ થયા છે.

સાઉદી અરેબિયાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સોમવારે યુએસ નેવીનું એક જહાજ પોર્ટ સુદાનથી ૩૦૮ લોકોને સાઉદી બંદર જેદ્દાહ લઈ ગયું હતું. ખાર્તુમના ભાગોમાં અને પડોશી શહેરમાં વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ માહિતી આપી હતી. બંને હરીફ પક્ષોએ રવિવારે મોડી સાંજે જાહેરાત કરી કે, તેઓ માનવતાવાદી યુદ્ધવિરામને વધુ ૭૨ કલાક માટે લંબાવશે. યુ.એસ. અને સાઉદી અરેબિયાએ એક સંકલિત આંતરરાષ્ટ્રીય ઝુંબેશનું નેતૃત્વ કર્યું જેથી બે હરીફ સેનાપતિઓ લડાઈને સમાપ્ત કરવા માટે વાટાઘાટો માટે સંમત થાય. પોર્ટ સુદાનમાં સંયુક્ત રાષ્ટ્રના દૂત પર્થેસે કહ્યું કે, બંને પક્ષોએ કરારનું પાલન કરવાની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/