fbpx
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો આદેશ પલટ્યો, સરકારી નોકરીઓમાં ૫૮% અનામત પર લાગેલી રોક હટાવી

છત્તીસગઢ સરકારને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થામાં ૫૮ ટકા અનામત લાગૂ કરવાના મામલે આ રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે આ અનામત પર લાગેલી રોક હટાવી દીધી છે. કોર્ટના આ ર્નિણય બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે પ્રદેશમાં ભરતી ૫૮ ટકા અનામતના આધારે થઈ શકશે. વાત જાણે એમ છે કે આ અગાઉ છત્તીસગઢ હાઈકોર્ટે અનાતનો દાયરો વધારીને ૫૮ ટકા કરવાના ભૂપેશ બઘેલ સરકારના ર્નિણયને ગેરબંધારણીય ગણાવીને તેના પર રોક લગાવી હતી. જાે કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આ આદેશને પલટી નાખ્યો છે.

આવામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે ભરતીમાં આવતી મુશ્કેલીઓ દૂર થશે. અત્રે જણાવવાનું કે છત્તીસગઢ સરકારે વર્ષ ૨૦૧૨માં અનામતનો દાયરો વધારતા અનુસૂચિત જનજાતિને ૩૨ ટકા, ૧૨ ટકા અનુસૂચિત જાતિ અને ૧૪ ટકા અન્ય પછાત જાતિઓને અનામત આપવાની જાેગવાઈ કરી હતી. જાે કે છત્તીસગઢ હાઈકોર્ટે ૧૯ ફેબ્રુઆરીના રોજ પોતાના આદેશમાં રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ૫૮ ટકા અનામતને ગેરબંધારણીય ગણાવી હતી.

૨૦૧૨માં છત્તીસગઢ સરકારે અનુસૂચિત જનજાતિની અનામતને ૨૦ ટકાથી વધારીને ૩૨ ટકા કરી હતી. આવામાં કુલ અનામત ૫૦ ટકાથી વધીને ૫૮ ટકા થઈ હતી. છત્તીસગઢ સરકારે આદિવાસીઓને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સેવા ભરતીમાં અનામતના કાયદામાં સંશોધન દ્વારા વધારો કર્યો હતો. જાે કે હાઈકોર્ટે આ ર્નિણય રદ કર્યો હતો. આ ર્નિણય વિરુદ્ધ ભૂપેશ બઘેલ સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી. સરકાર ઉપરાંત અનેક આદિવાસી સંગઠનોએ પણ અરજી દાખલ કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/