fbpx
રાષ્ટ્રીય

પ્રયાગરાજમાં ભાઈ-બહેને મંદિરમાં કરી લીધા લગ્ન, બહેન બની ગઈ ભાઈની પત્ની

જેમ જેમ આપણે આધુનિક યુગમાં આગળ વધી રહ્યા છીએ, તેમ તે સંબંધોની મર્યાદા ભૂલતા જઈ રહ્યા છીએ. મર્યાદા ભૂલતા લોકોની કરતૂતો દરરોજ સમાચાર પત્ર અને ચેનલના માધ્યમથી જાેવા મળે છે. તો વળી ઘણી વાર એવું પણ જાેવા મળ્યું છે કે, ભાઈ-બહેન એકબીજા સાથે લગ્ન કરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો ર્મિજાપુરમાંથી સામે આવ્યો છે, જ્યાં એક યુવતી પોતાના ભાઈની પત્ની બની ગઈ હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર આ કિસ્સો ઉત્તર પ્રદેશના ર્મિજાપુરનો છે. જેણે સૌને ચોંકાવી દીધા છે. અહીં એક બહેને પોતાના જ ભાઈ સાથે લગ્ન કરી લીધા.

જાણકારી અનુસાર, બંને વચ્ચે લગભગ ૫ વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. આ કિસ્સો જિલ્લાના વિંધ્યાચલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો છે. પ્રયાગરાજની રહેવાસી યુવતીએ પોતાના પરિવાર સાથે વિધ્યાંચલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા પોતાના મામાના દીકરી સાથે લગ્નમાં આવી હતી. જે દરમ્યાન લગ્ન થઈ ગયા તો, તમામ સંબંધીઓ પોતાના ઘરે જવા લાગ્યા. આ સમયે યુવતીને પણ તેના પરિવાર સાથે લઈ જવા લાગ્યા. પણ ત્યારે યુવતીએ પોતાના ઘરે પાછા જવાની ના પાડી દીધી અને કહેવા લાગી કે, તે મામાના દીકરા સાથે લગ્ન કરવા માગે છે. આ દરમ્યાન છોકરો પણ કહેવા લાગ્યો કે, તે પણ તેને બહું પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે. છોકરો અને છોકરી એકબીજાને સંબંધમાં ભાઈ-બહેન થાય છે. યુવક મામાનો દીકરો હતો અને યુવતી ફુઈની દીકરી. ત્યારે આવા સમયે પરિવાર અને સંબંધીઓ વિચારવા લાગ્યા કે, ભાઈ-બહેનના લગ્ન કેવી રીતે થઈ શકે.

તમામ લોકોએ આ લગ્ન માટે ના પાડી દીધી. પણ પ્રેમી કપલ પોતાની જીદ પર અડગ રહ્યા. બંનેનું કહેવું હતું કે, તેઓ એકબીજાને ૨૦૧૭થી પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે. કપલની જીદ આગળ કોઈનું ન ચાલ્યું અને પરિવારના તમામ લોકોને તેમની જીદ આગળ ઝુકવું પડ્યું. જે બાદ પરિવારના લોકોએ ૧૫ માર્ચ ૨૦૨૩ના રોજ ગામના મંદિરમાં બંનેના લગ્ન કરાવ્યા. આ લગ્નમાં ગામના પણ ઘણા લોકો હાજર રહ્યા હતા. બંને પોતાના લગ્નથી ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. લગ્ન બાદ બંનેને લોકોએ આશીર્વાદ પણ આપ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/