fbpx
રાષ્ટ્રીય

મનીષ સિસોદિયા બાદ ED ના રડાર પર હવે સાંસદ રાઘવ ચઢ્ઢા પણ આવ્યા..

આમ આદમી પાર્ટી (છછઁ)ના ખૂબ જ યુવા અને જાણીતા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા હવે કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડ્ઢના રડાર પર આવી ગયા છે. હકીકતમાં, થોડા દિવસો પહેલા, દિલ્હી સરકારના એક્સાઇઝ પોલિસી કેસમાં તપાસ એજન્સી ઈડ્ઢ દ્વારા કોર્ટમાં પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તે પૂરક ચાર્જશીટમાં કેટલીક જગ્યાએ રાઘવ ચઢ્ઢાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તપાસ એજન્સીના સૂત્રો જણાવે છે કે રાઘવ ચઢ્ઢાના નામનો ઉપયોગ પૂરક ચાર્જશીટમાં આરોપી તરીકે કરવામાં આવ્યો નથી. પરંતુ આગામી સમયમાં તપાસ એજન્સી ઝ્રમ્ૈં અને ઈડ્ઢ દ્વારા રાઘવ ચઢ્ઢાને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે. કેવી રીતે આવ્યું રાઘવનું નિવેદન?…

પૂછપરછની પ્રક્રિયા પૂરી થયા બાદ જ રાઘવ ચઢ્ઢા વિશે વિગતવાર કંઈક કહી શકાય. મનીષ સિસોદિયાના પીએ સી. અરવિંદ દ્વારા પૂરક ચાર્જશીટમાં રાઘવ ચઢ્ઢાનું નામ આપવામાં આવ્યું હતું. જ્યારે તપાસ એજન્સી દ્વારા સી. અરવિંદનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યારે તેણે લેખિતમાં નોંધ્યું હતું કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક થઈ હતી, જેમાં પંજાબના આબકારી કમિશનર રાઘવ ચઢ્ઢા, આબકારી અધિકારી અને નામના આરોપી વિજય નાયર પણ હાજર હતા. તેની હાજરી શા માટે હતી અને શું ર્નિણય લેવામાં આવ્યો હતો અને આ મામલે દિલ્હી અને પંજાબ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તે તપાસ એજન્સીની તપાસ બાદ જ કહી શકાશે. હવે આગળ કોણ?… દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસી કેસમાં ભ્રષ્ટાચારના કેસની તપાસ દરમિયાન તપાસ એજન્સી સીબીઆઈ અને ઈડીના રડાર પર રહેલા એક ડઝનથી વધુ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

આ કેસમાં તપાસ દરમિયાન અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. તપાસ એજન્સીની તપાસ દરમિયાન નામી આરોપીઓ સહિત અન્ય ઘણા લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, આ જ નિવેદનના આધારે આગામી સમયમાં અનેક લોકોની પૂછપરછ થઈ શકે છે. ઈડ્ઢના સૂત્ર અનુસાર, ટૂંક સમયમાં જ આ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સાથે રાઘવ ચઢ્ઢાની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. જાેકે સીબીઆઈએ ગયા મહિને ૧૬ એપ્રિલે એક વખત મુખ્યમંત્રી કેજરીવાલની લગભગ ૯ કલાક સુધી પૂછપરછ કરી હતી, પરંતુ અત્યાર સુધી ઈડ્ઢએ એક પણ વાર પૂછપરછ કરી નથી. રાઘવ ચઢ્ઢાનું નામ તપાસ એજન્સીના રડાર પર આવ્યા બાદ દિલ્હીથી લઈને પંજાબ સુધી રાજકીય બયાનબાજી શરૂ થઈ ગઈ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/