fbpx
રાષ્ટ્રીય

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલીકોપ્ટર ચિનાબ નદીમાં ક્રેશ થયું, ૩ જવાનો હતા સવાર

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ગુરુવારે સેનાનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. અહીં મારવાહ વિસ્તારમાં આ ક્રેશ થયું છે. આર્મીના જનસંપર્ક અધિકારીએ એક સમાચાર એજન્સી સાથે વાત કરતા હેલીકોપ્ટરમાં સેનાના ૩ જવાનો હોવાની વાત કહી હતી. તેમની હાલત જાેઈને હાલમાં પુષ્ટિ નથી કરી શક્યા. ખરાબ હવામાનના કારણે આ વિસ્તારમાં સંપર્ક સેવાઓ કામ કરતી નથી. કહેવાય છે કે, જ્યાં આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે, તે કિશ્તવાડનો ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે.

અહીં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. સેનાના ત્રણ અધિકારી હેલીકોપ્ટરમાં હતા. કહેવાય છે આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે. જાે કે, હાલમાં સેના દ્વારા તેની તપાસ ચાલી રહી છે. તેના માટે રેસ્ક્યૂ ટીમને રવાના કરી દીધી છે. જાે કે, હાલમાં આ અધિકારીઓને કોઈ સંપર્ક થયો નથી. ભારતીય સેના તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર, સેનાનું છન્ૐ ધ્રુવ હેલીકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાં ક્રેશ થયું છે, જે ચિનાબ નદીમાં જઈને પડ્યું છે. કહેવાય છે કે, આ હેલીકોપ્ટરમાં બે પાયલટ અને એક કમાંડિંગ ઓફિસર સવાર હતા. સારી વાત એ છે કે, આ દુર્ઘટનામાં કમાંડિંગ ઓફિસર એકદમ સુરક્ષિત છે. જ્યારે પાયલટને હળવી ઈજા થઈ છે. જેમને સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/