fbpx
રાષ્ટ્રીય

મેટ ગાલાના રેડ કાર્પેટ પર બ્લેક સાડી ગાઉનમાં છવાઇ ગયા ઇશા અંબાણી

ન્યયોર્કમાં આયોજિત મેટ ગાલા ૨૦૨૩માં ફેશનનો જલવો જાેવા મળ્યો. ભારતથી આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા અને ઇશા અંબાણીએ રેડ કાર્પેટ પર શાનદાર એન્ટ્રી કરી. બિઝનેસમેન મુકેશ અંબાણીની દિકરી ઇશા અંબાણીએ બ્લેક સાડીમાં રેડ કાર્પેટ પર ચાર ચાંદ લગાવ્યા હતા. હોલિવૂડથી લઇને બોલિવૂડ સુધી દુનિયાભરમાં મોટા મોટા સેલેબ્સે મેટ ગાલા ૨૦૨૩ના રેડ કાર્પેટ પર પોતાના હુસ્નનો જલવો વિખેર્યો. મેટ ગાલામાં સેલેબ્સના હટકે આઉટફિટ્‌સ સૌકોઇનું ધ્યાન ખેંચે છે. ભારત તરફથી આ વખતે પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી ગાલા ઇવેન્ટમાં સામેલ થવા પહોંચ્યા હતા. આલિયા ભટ્ટે પહેલીવાર મેટ ગાલાના રેડ કાર્પેટ પર પોતાના શાનદાર લુક્સથી ફેન્સને દિવાના બનાવ્યા ત્યાં ઇશા અંબાણીના કિલર લુક્સે બોલિવૂડની હસીનાઓને પણ પાછળ છોડી દીધી. ઇશા અંબાણીના લુકની ચારેકોર ચર્ચા થઇ રહી છે. મેટ ગાલા ૨૦૨૩માં ઇશા અંબાણીએ પોતાની શાનદાર ફેશન સેન્સનો જલવો વિખેર્યો. ઇશા અંબાણીએ બ્લેક સાડી ગાઉન પહેર્યુ હતું. સોશિયલ મીડિયા પર ઇશાના સ્ટનિંગ લુકના ખૂબ વખાણ થઇ રહ્યાં છે.

ઘણા વર્ષો પછી ઇશા અંબાણી ગાલા ઇવેન્ટમાં સામેલ થઇ હતી. ઇશાએ નેપાળી-અમેરિકન ડિઝાઇનર ઁટ્ઠિહ્વટ્ઠઙ્મ ય્ેિેહખ્તએ ડિઝાઇન કરેલુ આઉટફિટ પહેર્યુ હતુ. બ્લેક સાટિન સાડી ગાઉનમાં મોતી અને ક્રિસ્ટલનું વર્ક કરવામાં આવ્યું છે. બ્લેક સાટિન સાડી ગાઉનમાં ઇશા અંબાણીએ પોતાના લુકથી બોલિવૂડની હસીનાઓને પણ પાછળ છોડી દીધી. ક્રેપ આઉટફિટમાં ઇશા અંબાણીએ આલિયા પ્રિયંકાને પણ ફેશનના મામલે પાછળ છોડી દીધી છે. ઇશાએ એક હાથમાં પોટલી પર્સ કેરી કર્યુ છે અને હેરને લાઇટ કર્લ કરીને લૂઝ છોડી દીધા છે. ડાયમંડ નેકપીસ અને બ્રેસલેટ સાથે ઇશાના લુકને કંપ્લીટ કર્યો છે. મેટ ગાલા ૨૦૨૩માં ઈશા અંબાણીની ભાભી શ્લોકા મહેતાની બહેન દિયા મહેતા સાથે તેનું શાનદાર બોન્ડિંગ જાેવા મળ્યું હતું. જાે કે આ પહેલીવાર નથી જ્યારે ઇશા અંબાણી મેટ ગાલામાં સામેલ થઇ હોય. તેની પહેલા ૨૦૨૯માં આયોજિત ગાલા ઇવેન્ટમાં પણ ઇશા અંબાણી પહોંચી હતી અને તેણે ડિઝાઇનર પ્રબલ ગુરુંગનો જ ડ્રેસ પહેર્યો હતો. ઇશાએ પ્રિન્સેસ ગાઉન પહેર્યુ હતું અને તેની સાથે એક્સક્લૂઝિવ ડાયમંડ જ્વેલરી કેરી કરી હતી. ઇશાને ડાયમંડ જ્વેલરી ખૂબ જ પસંદ છે તેથી તે મોટા ઇવેન્ટ્‌સમાં ડાયમંડ જ્વેલરી પહેરવાનું પસંદ કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/