fbpx
રાષ્ટ્રીય

આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈનાં સહયોગથી ગોપીચંદ આશ્રમ, વિરાર ખાતે નવા પરિસર અને બગીચાનું નિર્માણ થયું

મુંબઈ શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે. નકામી બંજર જમીનમાં નેપીયેર ઘાસ ઉગાડવા માટે મદદ કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે માટે શેડ, ચારા, ગોદામ તેમજ પાણીનાં અવેડા, ગમાણ વિગેરે અકોલા, નાંદેડ, યવતમાલ, વર્ધા, નાગપુર, મહારાષ્ટ્રમાં બંધાવી આપ્યા છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. જેમાં ૨૦- ૩૦ ગામોનાં પશુઓનો સમાવેશ કરીને લગભગ ૧૫૦ થી ૨૦૦ ડોકટરોની મદદથી હજારોની સંખ્યામાં પશુઓની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. જેમ કે કેન્સર, ટયુમર તથા પેટમાં રહેલ પ્લાસ્ટિક, કાચ જેવા હાનિકારક વસ્તુઓને ઓપરેશન દ્વારા બહાર કાઢવા, ગર્ભાશયનાં વિવિધ ઉપચાર, જયપુર ફૂટ વિગેરે જેમાં ૫ થી ૧૦ પાંજરાપોળોને લાભ મળે છે. બનાસકાંઠામાં આવેલા પુર સમયે અને રાજસ્થાનમાં દુષ્કાળનાં સમયગાળામાં પશુઓ માટે ઘાસચારો પૂરો પાડવામાં આવ્યો હતો.  મહારાષ્ટ્ર તેમજ ગુજરાતમાં ૧૦ જગ્યાએ શેડ બનાવી આપવાનું કામ ચાલુ છે જેમાં ૩૦૦૦ થી વધુ જીવોનો સમાવેશ કરવામાં આવશે. શંખેશ્વર તેમજ નાલાસોપારામાં બહેનો આત્મનિર્ભર બને તે માટે ૧૦૦ બહેનોને સિલાઈ મશીનની ત્રણ મહિનાની ટ્રેનીંગ આપી તેમને સીલાઈ મશીન ભેટ કરવામાં આવ્યા જેથી તેઓ પોતે પોતાના પરીવારનું ભરણપોષણ કરી શકે. ૨૦૦ જરૂરતમંદ અપંગોને વ્હીલચેર તથા ટ્રાયસિકલ સંસ્થા દ્વારા આપવામાં આવેલ છે. નાલાસોપારામાં એકલા રહેતા વૃધ્ધ બીમાર, અસહાય ૧૩૫ વડીલોને છેલ્લા ૩૦ મહિનાથી ઘરે ઘરે ટિફીન સેવા સાથે વૈદ્યકીય સહાય સંસ્થાનાં દાતાઓનાં સહકારથી કાર્યરત છે. નાલાસોપારા અને વિરારમાં રસ્તે રખડતાં શ્વાન અને બિલાડીઓને રોજ દૂધ અને રોટલી આપવામાં આવે છે. કાંદીવલી અને નાલાસોપારામાં વિવિધ જગ્યાએ પક્ષીઓ માટે પાણીના કુંડા અને રોજની ૨૦૦ કિલો જુવાર, મકાઈની ૩૬૫ દિવસ સેવા ચાલુ છે. ગુજરાત અને મુંબઈમાં રહેતા આર્થિક રીતે નબળા જૈન સાધર્મિક પરિવારોની નિયમિત સારસંભાળ લઈ રહયાં છીએ. એમને દાતાઓનાં સહકારથી સાધર્મિક ભકિત કરી રહયાં છે. સંસ્થા આર્થિક રીતે અસક્ષમ રોગીઓ માટે દવા તથા વિવિધ હોસ્પિટલમાં સારવાર માટે મદદ કરી રહી છે. 

‘શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ’ – મુંબઈનાં સહયોગથી નિરાધાર વડીલોને આજીવન આશરો આપવા  ગોપીચંદ આશ્રમ, વિરાર વજ્રેશ્વરી રોડ પર મેઘા ફાટા ખાતે ખાતે નવા પરિસર અને બગીચાનું નિર્માણ થયું. નિરાશ્રિત વડીલો કાયમ માટે આશ્રય લઇ શકશે. શ્રી આદિ જિન યુવા ચેરીટેબલ ટ્રસ્ટ 24×7 દયા અને કરુણાનું કાર્ય કરી રહ્યું છે. શ્રી આદિ જિન યુવા ચેરીટેબલ ટ્રસ્ટની સાથે જોડાવા અથવા આ અંગે વધુ માહિતી માટે જયેશ શાહ (મો. ) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/