fbpx
રાષ્ટ્રીય

કાશ્મીરમાં ૧૫ દિવસમાં સેનાના ૧૦ જવાનો શહીદ, આતંકવાદીઓના નિશાને હવે જમ્મુ

કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ ઘટાડીને આતંકવાદી સંગઠનોએ હવે જમ્મુ ક્ષેત્રમાં હુમલા કરવાનું શરૂ કર્યું છે. આમાં રાજૌરી અને પૂંચ જિલ્લા (ઇઁ) રેન્જ આતંકવાદીઓની ટોચની યાદીમાં સામેલ છે. આ બે જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં સેનાના ૧૦ બહાદુર જવાનો શહીદ થયા છે. બંને સ્થળો પર આતંકવાદીઓએ સંપૂર્ણ યોજના સાથે હુમલો કર્યો હતો. વાસ્તવમાં છેલ્લા કેટલાક સમયથી આરપી રેન્જમાં ઘણી આતંકી ગતિવિધિઓ થઈ રહી છે. વર્ષની શરૂઆતના પહેલા જ દિવસે રાજૌરીના ઢાંગરીમાં આતંકવાદીઓ દ્વારા પાંચ હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. બીજા જ દિવસે ૈંઈડ્ઢ બ્લાસ્ટમાં બે બાળકોના મોત થયા હતા. ગયા મહિને, ૨૦ એપ્રિલે આતંકવાદીઓએ પૂંચ જિલ્લામાં સેનાના વાહન પર હુમલો કર્યો હતો. જેમાં સેનાના વાહન પર ફાયરિંગ કર્યા બાદ વિસ્ફોટકો ફેંકવામાં આવ્યા હતા. જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. તે આતંકીઓની શોધમાં છેલ્લા ઘણા દિવસોથી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શુક્રવારે માહિતીના આધારે સેનાની ટીમ દ્વારા રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમાં ઓપરેશન ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે.

આ રીતે છેલ્લા ૧૫ દિવસમાં દસ જવાન શહીદ થયા છે. જેના કારણે બંને જિલ્લાની સુરક્ષા સઘન કરવામાં આવી છે. જાે આ વર્ષની શરૂઆતની વાત કરીએ તો વર્ષના પહેલા દિવસે ઢાંગરીમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. સંપૂર્ણ પ્લાનિંગ સાથે હિન્દુ પરિવારોના ઘરમાં ઘુસીને હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં પાંચના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આતંકવાદીઓએ બીજા દિવસે પણ હુમલાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં તે જ જગ્યાએ ૈંઈડ્ઢ લગાવવામાં આવ્યો હતો. જ્યાં હિન્દુઓની હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે આ જગ્યાએ ૈંઈડ્ઢ લગાવવાની યોજના એવી હતી કે જ્યારે બીજા દિવસે ફૈંઁ અહીં આવે તો તે નિશાન પણ બની શકે. પરંતુ બ્લાસ્ટ સમયે માત્ર બે બાળકો જ હાજર હતા. તે મૃત્યુ પામ્યા હતા. ૯ એપ્રિલે સેનાએ પૂંચ જિલ્લામાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી હતી. જેમાં એક આતંકી માર્યો ગયો હતો. જ્યારે બેની ધરપકડ કરવામાં આવી હતી. ૧૬ ડિસેમ્બરે રાજૌરીમાં આલ્ફા ગેટ પાસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. જેમાં બે નાગરિકોના મોત થયા હતા. ૭ જુલાઈ, ૨૦૨૨ના રોજ સુંદરબની વિસ્તારમાં એન્કાઉન્ટરમાં બે જવાન શહીદ થયા હતા અને ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ૬ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ થન્નામંડીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/