fbpx
રાષ્ટ્રીય

હરિયાણાના રોહતકમાં એક મહિલાએ પોતાના પતિની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચી

હરિયાણાના રોહતકમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ પોતાના પતિની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશને પહોંચી હતી. મહિલાનું કહેવું છે કે, બે વર્ષ થઈ ગયા, પણ પતિએ હજૂ સુધી તેની સાથે ફિઝિકલ રિલેશન નથી બનાવ્યો. તેણે પતિ પર આરોપ લગાવ્યો છે કે, તેને મારામાં રસ નથી. તે મારાથી દૂર રહે છે અને હજૂ સુધી મને પત્નીનો અધિકાર નથી આપ્યો. મહિલાનું કહેવું છે કે, તેના લગ્ન ધૂમધામથી થયા હતા. બધું જ બરાબર ચાલતું હતું, પણ જ્યારે લગ્ન કરીને સાસરિયે આવી તો, હકીકતમાં કંઈક અલગ જ નીકળી. એતો કેટલાય સપના લઈને સાસરિયે આવી હતી, પણ તેના તમામ અરમાનો પર પાણી વળ્યા, જ્યારે પતિની હકીકત સામે આવી. લગ્ન બાદ તેના પતિએ તેની પાસેથી બે લાખ રૂપિયાની માગ કરી. તેણે કહ્યું કે, મારે બિઝનેસ વધારવો છે. પતિએ કહ્યું કે, તે પિયરમાંથી બે લાખ રૂપિયા લઈને આવે. પીડિતા કંઈ સમજી શકી નહીં, કારણ કે તેની માતાએ પાંચ લાખની લોન લઈને તો લગ્ન કર્યા હતા. તે જેમ તેમ કરીને તેના હપ્તા પુરા કરે છે.

આખરે તે આવા સમયે બે લાખ રૂપિયા ક્યાંથી લઈ આવે. ત્યાર બાદ આ મુદ્દાને લઈને બે ત્રણ વાર પંચાયતે પણ ગઈ. પંચાયતના કહેવા પર તે પતિના ઘરે જતી રહી, પણ પતિ હજૂ પણ તેના પર ધ્યાન આપતો નહોતો. તેની સાથે તેને કોઈ મતલબ નહોતો. પતિનું કહેવું છે કે, તે બે લાખ રૂપિયા લાવીને ન આવી, એટલા માટે પતિ તેની સાથે સંબંધ નથી બનાવતો. તો વળી આ મામલે પતિનું કહેવું છે કે, હું આ લગ્ન માટે તૈયાર નહોતો. મેં આ લગ્ન ફક્ત મમ્મીના કહેવા પર કર્યા છે. પીડિતાએ બે વર્ષ સુધી બધું બરાબર ચાલશે, તેની રાહ જાેતી રહી. જાે કે, દિવસેને દિવસે માહોલ ખરાબ થતો જાેઈ તે પોલીસ પાસે પહોંચી. મહિલાનું કહેવું છે કે, તેના લગ્ન ખોટું બોલીને કરાવ્યા. હકીકતમાં પતિ કંઈ કામ કરતો જ નથી. તેને કોઈ બિઝનેસ નથી. જ્યારે આ વાત તેણે પિયરમાં જણાવી તો ત્યાં પણ ફોન પર વાત કરવાની બંધ કરાવી દીધી. ત્યાર બાદ તેને ગાળો આપીને મારપીટ કરી. હાલમાં પોલીસે મહિલાના પતિ અને સાસુ પર ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/