fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાનના હનુમાનગઢમાં વાયુસેનાનું MIG-૨૧ વિમાન ક્રેશ થઈ ઘર પર પડ્યું, ૩ લોકોના મોત

રાજસ્થાનના હનુમાનગઢમાં ભારતીય વાયુસેનાનું એક ફાઈટર વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલટ સુરક્ષિત છે પરંતુ આ વિમાન ક્રેશની આ દુર્ઘટનામાં ૩ ગ્રામીણોના મોત થયા છે. તેઓ આ ક્રેશ થયેલા વિમાનની ઝપેટમાં આવી જતા મોત નિપજ્યાં. આ વિમાન સુરતગઢથી ઉડ્યું હતું. હનુમાનગઢ જીઁ સુધીર ચૌધરીએ જણાવ્યું કે વિમાને સુરતગઢથી ઉડાણ ભરી હતી. તે બહલોલનગરમાં ક્રેશ થયું. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈને એક ઘર પર પડ્યું. આ દુર્ઘટનામાં ૩ લોકોના મોત થઈ ગયા. એરફોર્સે પણ એક નિવેદન બહાર પાડ્યું. વાયુસેનાના સ્ૈખ્ત ૨૧ વિમાને આજે સવારે નિયમિત પ્રશિક્ષણ ઉડાણ ભરી હતી. ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું. પાયલટ પોતાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યો. પાયલટને સામાન્ય ઈજા થઈ છે. અકસ્માતના કારણોની જાણકારી મેળવવા માટે તપાસ શરૂ કરી દેવાઈ છે. મિગ ૨૧ ક્રેશ થવાની ઘટનાએ આજે એકવાર ફરીથી સોવિયેત મૂળના મિગ-૨૧ વિમાનો પર સવાલ ઊભા કર્યા છે. ભારતીય વાયુસેનાના કાફલામાં મિગ ૨૧ વિમાન ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં સામેલ થયા હતા અને ૨૦૨૨ સુધીમાં મિગ ૨૧ વિમાનથી લગભગ ૨૦૦ જેટલી દુર્ઘટનાઓ ઘટી ચૂકી છે.

મિગ ૨૧ લાંબા સમય સુધી ભારતીય વાયુસેનાનો એક મુખ્ય આધાર બની રહ્યું હતું. જાે કે વિમાનનો સુરક્ષા રેકોર્ડ જાેઈએ તો ખરાબ છે. વિમાન દુર્ઘટનાઓમાં અનેક લોકોના જીવ ગયા છે. ગત વર્ષ માર્ચ મહિનામાં રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં ૩ સેવાઓના વિમાન અને હેલિકોપ્ટર દુર્ઘટનાઓમાં ૪૨ સુરક્ષાકર્મીઓના મોત થયા છે. છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૪૫ હવાઈ દુર્ઘટનાઓ ઘટી જેમાંથી ૨૯માં ભારતીય વાયુસેનાના પ્લેટફોર્મ સામેલ હતા. હટાવવામાં આવી રહ્યા છે મિગ વિમાનો…. મિગ ૨૧ ક્રેશની હાલની ઘટનાઓ જાેતા એરફોર્સ પણ હવે તેને પોતાના કાફલામાંથી હટાવી રહી છે. એરફોર્સ ગત વર્ષ ૩૦ સપ્ટેમ્બર સુધીમાં મિગ ૨૧ બાઈસનની એક સ્ક્વોડ્રન હટાવી લીધી હતી. મિગ ૨૧ની બાકી ૩ સ્ક્વોડ્રનને તબક્કાવાર રીતે ૨૦૨૫ સુધીમાં બહાર કરવાની યોજના છે. અભિનંદને આ વિમાનનો કર્યો હતો ઉપયોગ… ફેબ્રુઆરી ૨૦૧૯માં બાલાકોટ સ્ટ્રાઈકના એક દિવસ બાદ જ્યારે વિંગ કમાન્ડર અભિનંદર વર્ધમાને પાકિસ્તાનના એફ-૧૬ વિમાનને તોડી પાડ્યું હતું તે સમય તેઓ મિગ ૨૧ વિમાન જ ઉડાવી રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/