fbpx
રાષ્ટ્રીય

સેનાના યુનિફોર્મ અંગે મોટો ર્નિણય, બ્રિગેડિયર અને તેની ઉપરના રેંકના અધિકારીઓ માટે નવો નિયમ લાગૂ

ભારતીય સેનાના યુનિફોર્મ અંગે મોટો ફેરફાર થયો છે અને એક જેવો યુનિફોર્મ લાગૂ કરવાનો ર્નિણય લેવાયો છે. હવે સેનામાં બ્રિગેડિયર અને તેમની ઉપરના રેંકના અધિકારી એક જેવો યુનિફોર્મ પહેરશે. જાે કે સેનાના કર્નલ અને તેની નીચેના રેંકના અધિકારીઓના યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરાયો નથી. મળતી માહિતી મુજબ ભારતીય સનાએ મૂળ કેડર અને વધુ નિયુક્તિ છતાં ફ્લેગ રેંકના વરિષ્ઠ અધિકારીઓ માટે એક સમાન યુનિફોર્મ અપનાવવાનો ર્નિણય લીધો છે. નોંધનીય છે કે હાલમાં જ થયેલા સેના કમાન્ડરોના સંમેલન દરમિયાન વિસ્તૃત વિચાર વિમર્શ બાદ આ મોટો ર્નિણય લેવાયો છે. રિપોર્ટ્‌સનું માનીએ તો બ્રિગેડિયર અને તેના ઉપરના રેંકના વરિષ્ઠ અધિકારીઓના હેડગિયર, શોલ્ડર રેંક, બેજ, ગોરગેટ પેચ, બેલ્ટ અને જૂતા હવે સ્ટાન્ડર્ડાઈઝ અને સામાન્ય હશે. જ્યારે ધ્વજ રેંકના અધિકારીઓ કોઈ દોરી નહીં પહેરે. અત્રે જણાવવાનું કે આ તમામ ફેરફાર એક ઓગસ્ટથી લાગૂ કરાશે. જાે કે ભારતીય સેનાના કર્નલ અને નીચેના રેંકના અધિકારીઓ દ્વારા પહેરવામાં આવતા યુનિફોર્મમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. નોંધનીય છે કે ભારતમાં સેનામાં ૧૬ રેંક હોય છે. આ રેંકને ૩ કેટેગરીમાં વહેંચાય છે. સેનામાં બ્રિગેડિયર અને ઉપરના અધિકારીઓ હોય છે જે પહેલેથી જ યુનિટ્‌સ, બટાલિયનોની કમાન સંભાળી ચૂકેલા હોય છે અને મોટાભાગે મુખ્યાલયો કે પ્રતિષ્ઠાનોમાં તૈનાત હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/