fbpx
રાષ્ટ્રીય

પત્નીએ ભાત ન બનાવ્યા તો પતિએ ગુસ્સામાં કરી દીધી પત્નીની હત્યા, આ છે ઓડિશાની ઘટના

ઓડિશાના સંબલપુર જિલ્લામાં એક વ્યક્તિએ કથિત રીતે ભાવ ન પકાવવા પર પોતાની પત્નીની હત્યા કરી દીધી. જમનકિરા પોલીસ સ્ટેશન વિસ્તારના નઆઢી ગામમાં રવિવારે રાત્રે આ ઘટના બની છે. આરોપીની ઓળખ ૪૦ વર્ષીય સનાતન ધરૂઆના રૂપમાં થઈ છે અને હત્યાનો ભોગ બનેલી મહિલાની ઓળખ ૩૫ વર્ષીય પુષ્પા ધરૂઆના રૂપમાં થઈ છે. દંપત્તિને બે બાળકો- એક પુત્ર અને એક પુત્રી છે. પોલીસે સોમવારે વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. પોલીસ અધિકારીએ જણાવ્યું- રવિવારે રાત્રે આરોપી સનાતન જ્યારે રાત્રે ઘરે આવ્યો ત્યારે જાેયું કે પત્નીએ શાક બનાવ્યું છે, ચોખા નહીં. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે ઝગડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે સનાતને ગુસ્સામાં પોતાનો પિત્તો ગુમાવ્યો અને પત્ની પર જીવલેણ હુમલો કરી તેનો જીવ લઈ લીધો. દુર્ભાગ્યથી તેના બંને બાળકો ઘરે નહોતા. પુત્રી કુચિંડા એક ઘરેલૂ સહાયિકાના રૂપમાં કામ કરે છે, જ્યારે પુત્ર તે રાત્રે પોતાના મિત્રના ઘરે સુવા માટે ગયો હતો. પોલીસે જણાવ્યું કે મામલાની માહિતી ત્યારે મળી જ્યારે તેનો પુત્ર ઘરે પરત ફર્યો હતો. તેણે પોતાની મૃત માતાને જાેઈ ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને કબજામાં લઈ આરોપી પતિને કસ્ટડીમાં લઈ લીધો છે. જામંકીરા પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક પ્રેમજીત દાસે જણાવ્યું કે સોમવારે મહિલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે મહિલાઓ વિરુદ્ધ સૌથી વધુ નોંધાયેલ ગુના ઘરેલું હિંસા છે. વર્ષ ૨૦૨૨માં મહિલાઓ સામે ઘરેલુ હિંસાનાં ૬,૯૦૦ થી વધુ કેસ નોંધાયા હતા. કોવિડ-૧૯ રોગચાળા પછી ભારતમાં પણ ઘરેલુ હિંસામાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/