fbpx
રાષ્ટ્રીય

પટનામાં બુટલેગરે એપ દ્વારા દારૂની ઓનલાઈન ડિલિવરી કરી, સેનિટાઇઝરને બદલે મળી ‘દારૂનીપેટી’

દારૂની હેરફેરી કરતાં લોકો નિયત જગ્યાએ દારૂ પહોચડવા માટે નિતનવીન યુક્તિઓ અજમાવતા હોય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો જેમાં ઓનલાઈન શોપિંગ દ્વારા દારૂની ડિલિવરી કરવામાં આવી હતી. મીડિયાને માહિતી આપતાં પોલીસ અધિકારીએ કહ્યું કે એક વ્યક્તિએ હ્લઙ્મૈॅાટ્ઠિં દ્વારા સેનિટાઈઝરનો ઓર્ડર આપ્યો હતો. પરંતુ, સેનિટાઈઝરને બદલે દારૂની બે પેટી પહોંચાડવામાં આવી હતી. જ્યારે વ્યક્તિએ બોક્સ ખોલ્યું તો તેણે જાેયું કે અંદર દારૂ રાખવામાં આવ્યો હતો. જેની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બંને પેટીઓ કબજે કરી લીધી છે. આપને જણાવી દઈએ કે આ મામલો પટનાના બિહટા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે,

જ્યાં પોલીસ સ્ટેશનમાં ઓનલાઈન એપ દ્વારા મંગાવવામાં આવેલ અંગ્રેજી શરાબના બે કેસ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે. પોલીસે લગભગ ૧૮૦દ્બઙ્મ ના ટેટ્રા પેકના ૯૬ નંગ રિકવર કર્યા છે. જેમાં કુલ ૧૮ લીટર જેટલો દારૂ ઝડપાયો હતો. આ સમગ્ર માહિતી બિહટા પોલીસ સ્ટેશનના અધિકારી પ્રમોદ કુમારે મીડિયા સમક્ષ રજૂ કરી હતી પોલીસ અધિકારી પ્રમોદ કુમારે કહ્યું કે પોલીસ ખરીદનાર અને વેચનાર એટલે કે ખરીદનાર અને વેચનાર બંનેની પૂછપરછમાં વ્યસ્ત છે. આ સાથે આ દારૂ ક્યાંથી આવ્યો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે આ ખરેખર મોટો મામલો છે જેનો ટૂંક સમયમાં જ ખુલાસો થશે. જાેકે, આ મામલો સામે આવ્યા બાદ લોકો પોલીસની સંડોવણી અને દારૂના ધંધાર્થીઓની સંડોવણી હોવાનું કહી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/