fbpx
રાષ્ટ્રીય

પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ FIR નોંધાવવી છે ઃ પાક. અભિનેત્રી

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન (ૈંદ્બટ્ઠિહ દ્ભરટ્ઠહ)ની ધરપકડ બાદ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હિંસક ઘટનાઓ થઈ છે. ભ્રષ્ટાચારના આરોપસર સુનાવણી પછી ઈસ્લામાબાદ કોર્ટે ઈમરાન ખાનની ધરપકડ કરી હતી. તેમની ધરપકડ પછી તેમના સમર્થકમાં ગુસ્સો જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાની અભિનેત્રીએ દિલ્હી પોલીસને સંબોધીને કરેલું ટિ્‌વટ અને પોલીસે આપેલો જવાબ વાયરલ થઈ રહ્યા છે. પાકિસ્તાનની અભિનેત્રીએ ટિ્‌વટર પર દિલ્હી પોલીસને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રૉની સામે ફરિયાદ દાખલ કરવા માટે કહ્યું હતું. તેણે લખ્યું કે, દિલ્હી પોલીસની કોઈ લિંક હોય તો હું પાકિસ્તાનમાં અશાંતિ અને આતંકવાદ ફેલાવવા માટે ઁસ્ મોદી અને રૉ સામે ફરિયાદ દાખલ કરવા માંગું છું.

આ સવાલનો દિલ્હી પોલીસે જડબાતોડ જવાબ આપી પાકિસ્તાની અભિનેત્રીની બોલતી બંધ કરી દીધી છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ પછી ખૂબ જ હંગામો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં અભિનેત્રી સહર શિનવારીએ ટિ્‌વટ કર્યું છે. સહર શિનવારી ટિ્‌વટમાં જણાવે છે કે, ‘શું કોઈને દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક વિશે જાણકારી છે? મારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રૉની સામે ફરિયાદ દાખલ કરવી છે. તેઓ મારા દેશ પાકિસ્તાનમાં અશાંતિ અને આતંકવાદ ફેલાવી રહ્યા છે. જાે ભારતની કોર્ટ સ્વતંત્ર છે, તો મને વિશ્વાસ છે કે, ભારતની સુપ્રીમ કોર્ટ મને ન્યાય અપાવશે. પાકિસ્તાની અભિનેત્રીના ટિ્‌વટ પર દિલ્હી પોલીસે જબરો જવાબ આપ્યો છે. દિલ્હી પોલીસે ઓફિશિયલ એકાઉન્ટ પરથી સહર શિનવારીનું ટિ્‌વટ રિટિ્‌વટ કર્યું છે અને જણાવ્યું છે કે, પાકિસ્તાન હજી અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, પરંતુ અમે જાણવા માંગીએ છીએ કે, તમારા દેશમાં ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે, તો ટિ્‌વટ કેવી રીતે કરી રહ્યા છો.’ પાકિસ્તાન સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.

દિલ્હી પોલીસનો જવાબ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ધરપકડ પછી દેશમાં તણાવભરી પરિસ્થિતિ છે. મંગળવારની રાત્રે હિંસા અને અશાંતિનો માહોલ ઊભો થયો હતો. અલ કાદિર ટ્રસ્ટ સાથે જાેડાયેલ ભ્રષ્ટાચાર મામલે ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની ધરપકડ પછી તેની પાર્ટી ઁ્‌ૈંના હજારો કાર્યકર્તા રસ્તા પર ઉતરી આવ્યા છે. ઈમરાન ખાનના સમર્થક વિદેશમાં પ્રદર્શન કરવાની તૈયારી કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/