fbpx
રાષ્ટ્રીય

હિન્દુજા ગ્રુપના ચેરમેન એસપી હિન્દુજાનું નિધન

હિન્દુજા ભાઈઓમાં સૌથી મોટા અને હિન્દુજા ગ્રુપના ચેરમેન એસપી હિન્દુજાનું લંડનમાં ૮૭ વર્ષની વયે નિધન થયું છે. હિન્દુજા પરિવારના પ્રવક્તાએ બુધવારે આ જાણકારી આપી. પ્રવક્તાએ કહ્યું કે, એસપી હિન્દુજાની તબિયત છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. પ્રવક્તા દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગોપીચંદ, પ્રકાશ, અશોક અને સમગ્ર હિન્દુજા પરિવાર આજે અમારા પરિવારના વડા અને હિન્દુજા ગ્રુપના અધ્યક્ષ એસપી હિન્દુજાના નિધનની ઘોષણા કરતા ખૂબ જ દુઃખી છે. તેઓ પરિવારના માર્ગદર્શક હતા. તેમણે તેમના યજમાન દેશ યુકે અને તેમના વતન ભારત વચ્ચે મજબૂત સંબંધો બાંધવામાં તેમના ભાઈઓ સાથે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દેશમાં ટ્રક મેકિંગ બિઝનેસ ઉપરાંત હિન્દુજા ગ્રુપ બેંકિંગ, કેમિકલ્સ, પાવર, મીડિયા અને હેલ્થ સેક્ટર સાથે સંકળાયેલું છે. ગ્રુપ કંપનીઓમાં ઓટો કંપની અશોક લેલેન્ડ અને ઇન્ડસઇન્ડ જેવી મોટી બ્રાન્ડનો સમાવેશ થાય છે. હિન્દુજા ભાઈઓ ચાર ભાઈઓ છે. ગ્રૂપ પાસે ઇં૧૪ બિલિયનની સંપત્તિ છે. હિન્દુજા ગ્રુપની સ્થાપના વર્ષ ૧૯૧૪માં શ્રીચંદ પરમાનંદ દ્વારા કરવામાં આવી હતી. હિન્દુજા ગ્રુપનો બિઝનેસ વિશ્વના ૩૮ દેશોમાં ફેલાયેલો છે અને કંપનીમાં લગભગ ૧.૫ લાખ કર્મચારીઓ કામ કરે છે. શ્રીચંદ પરમાનંદને ચાર પુત્રો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/