fbpx
રાષ્ટ્રીય

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ૧ જૂન સુધી વધારી મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી

દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને મંગળવારે (૨૩ મે) દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં કોઈ રાહત મળી નહોતી. તેમની જ્યુડિશિયલ કસ્ટડી વધારવામા આવી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી ૧ જૂન સુધી લંબાવી હતી. આ સાથે કોર્ટે જેલ સત્તાવાળાઓને નિર્દેશ આપ્યા હતા કે તેઓ અભ્યાસ કરવા માટે ખુરશી અને ટેબલ આપવાની મનીષ સિસોદિયાની વિનંતી પર વિચાર કરે. સિસોદિયા દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આરોપીઓમાંના એક છે. ઈડ્ઢ કેસ અંગે સિસોદિયાએ શું કહ્યું?… તે જાણો.. અગાઉ આવા જ એક કેસમાં સિસોદિયાની કસ્ટડી લંબાવવામાં આવી હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડ્ઢની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ જજ એમકે નાગપાલ દ્વારા ચુકાદાની તારીખ ૩૦ મે નક્કી કરી હતી. છછઁ નેતા મનીષ સિસોદિયા અને અન્યો વિરુદ્ધ ઈડ્ઢની આ ૫મી ચાર્જશીટ હતી, જેની સુનાવણી શુક્રવારે (૧૯ મે)ના રોજ કોર્ટમાં યોજાઇ હતી. અગાઉ ૬ મેના રોજ ઈડ્ઢએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી મનીષ સિસોદિયાની કથિત ગતિવિધિઓના કારણે લગભગ ૬૨૨ કરોડ રૂપિયાની ગેરકાયદેસર આવક થઈ છે. ૯ માર્ચે, ઈડ્ઢએ દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને તિહાડ જેલમાં કલાકો સુધી પૂછપરછ કર્યા પછી દારૂ નીતિ કેસમાં ધરપકડ કરી હતી. આ પહેલા સીબીઆઈએ આ જ કેસ સાથે સંબંધિત ચાલી રહેલી તપાસના સંબંધમાં સિસોદિયાની ધરપકડ કરી હતી. સીબીઆઈ આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/