fbpx
રાષ્ટ્રીય

મેક્સિકો બોર્ડર ક્રોસ કરતી વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પકડાયા

અમેરિકાની દક્ષિણ બાજુએ આવેલી મેક્સિકોની બોર્ડર ૩૧૩૯ કિલોમીટર લાંબી છે. પૂર્વમાં ટેક્સાસથી શરુ કરીને આ બોર્ડર પશ્ચિમ છેડે કેલિફોર્નિયામાં પૂરી થાય છે. વ્હાઈટ હાઉસના ડેટા અનુસાર, દુનિયાની સૌથી વ્યસ્ત મનાતી આ બોર્ડર પરથી દર વર્ષે ૩૦ કરોડથી વધારે માણસો, ૯ કરોડ કાર અને ૪૩ લાખ ટ્રકો પસાર થાય છે. અમેરિકા દુનિયાનો એકમાત્ર એવો દેશ છે કે જ્યાં દર વર્ષે લાખો લોકો ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરે છે. જેમાંના મોટાભાગના લોકો સૌથી ભયાનક મનાતી મેક્સિકોની બોર્ડરને ઓળંગીને જીવના જાેખમે અમેરિકા જાય છે, જેમાં ઘણા લોકોના મોત પણ થાય છે. મેક્સિકોની બોર્ડર ક્રોસ કરવી જરાય આસાન નથી. અમેરિકાની દક્ષિણ બાજુએ આવેલી મેક્સિકોની બોર્ડર ૩૧૩૯ કિલોમીટર લાંબી છે. પૂર્વમાં ટેક્સાસથી શરુ કરીને આ બોર્ડર પશ્ચિમ છેડે કેલિફોર્નિયામાં પૂરી થાય છે. વ્હાઈટ હાઉસના ડેટા અનુસાર, દુનિયાની સૌથી વ્યસ્ત મનાતી આ બોર્ડર પરથી દર વર્ષે ૩૦ કરોડથી વધારે માણસો, ૯ કરોડ કાર અને ૪૩ લાખ ટ્રકો પસાર થાય છે. એટલું જ નહીં, દર વર્ષે લાખો ગેરકાયદે વસાહતીઓ પણ અમેરિકામાં આ જ બોર્ડર ક્રોસ કરીને એન્ટ્રી કરે છે. ભલભલા મજબૂત માણસને પણ તોડી નાખે તેવી ભૌગોલિક સ્થિતિ ધરાવતી અમેરિકા-મેક્સિકો બોર્ડર પર ક્યાંક બળબળતા રણ આવેલા છે તો ક્યાંક જંગલ અને નદીઓ.

જ્યાં ભૌગોલિક સ્થિતિ પડકારજનક નથી ત્યાં અમેરિકાએ બોર્ડર પર એવી ધારદાર ફેન્સિંગ કરી છે કે તેનો જાે એક કટ વાગી જાય તો માણસ આખી જિંદગી માટે અપંગ બની શકે છે. આ જ બોર્ડર પર ક્યાંક લાખો કન્ટેનર્સ આડા મૂકીને ઉંચી દીવાલો બનાવાઈ છે, તો કેટલીક જગ્યાએ ટ્રમ્પ વોલ પણ અમેરિકામાં લોકોને ઘૂસતા અટકાવે છે. આટલું ઓછું હોય તેમ બોર્ડર પર અમેરિકાની પોલીસ પણ હાઈટેક સાધનો સાથે સતત પેટ્રોલિંગ કરતી રહે છે. આ તમામ પડકારો વચ્ચે મેક્સિકો બોર્ડર ક્રોસ કરવી કોઈ ખાવાના ખેલ નથી. કારણકે, તેના માટે કેટલાય કિલોમીટર ચાલવું પડે છે, દીવાલ કૂદવી પડે છે, અને જીવના જાેખમે રણ, પર્વતો કે પછી નદીઓ ક્રોસ કરવા પડે છે. આટલું કર્યા બાદ પણ જાે પોલીસના હાથે ઝડપાઈ જાઓ તો બધી મહેનત માથે પણ પડે છે. ભારતમાંથી આવેલા ગુજરાતીઓ મેક્સિકો બોર્ડર ક્રોસ કરતી વખતે યુએસ બોર્ડર પેટ્રોલિંગ દ્વારા ઝડપાયા હતા. પકડાયા બાદ તેઓ કહે છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો છે, જેઓ આશ્રય માંગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/