fbpx
રાષ્ટ્રીય

એન્ડ્રોઈડ ડિવાઈસમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે નવો ‘ગેરિલા’ મેલવેયર

માલવેર એટેકના કિસ્સાઓમાં હાલ વધારો જાેવા મળ્યો છે. સાયબર ગુનેગારો લોકોને નિશાન બનાવે છે, અને તેમના ઉપકરણોમાંથી ડેટા ચોરી કરવા માટે તેમને માલવેરથી ચેપ લગાડે છે. બાદમાં, તેઓ બ્લેક માર્કેટમાં ડેટા વેચે છે અથવા ખોટા કામો માટે તેનો ઉપયોગ કરે છે. આ માટે કંપનીઓ દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યા છે, પછી પણ આ ઘટનાઓ અટકી રહી નથી. તાજેતરના અહેવાલમાંથી જાણવા મળ્યું છે કે, લેમન ગ્રુપ નામની સાયબર ક્રાઈમ સંસ્થાએ કથિત રીતે વિશ્વભરના લગભગ ૮.૯ મિલિયન એન્ડ્રોઇડ ઉપકરણોમાં ગેરિલા નામનો માલવેર ઇન્સ્ટોલ કર્યો છે. આ માલવેરથી સ્માર્ટવોચ, સ્માર્ટફોન, ટીવી અને ટીવી બોક્સ જેવા એન્ડ્રોઇડ ઉપકરણોને અસર થઈ છે.જાપાનની મલ્ટીનેશનલ સાયબર સિક્યોરિટી કંપની ટ્રેન્ડ માઈક્રોએ તેના લેટેસ્ટ રિપોર્ટમાં દાવો કર્યો છે કે, માલવેરના કારણે એન્ડ્રોઈડ યુઝર્સના એકાઉન્ટ અને પર્સનલ ડેટા જાેખમમાં મુકાયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સ્કેમર્સ ઘણી ખતરનાક ગતિવિધિઓ કરવા માટે ઉપકરણમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલા માલવેરનો ઉપયોગ કરી રહ્યા છે. જેમ કે વધારાના પેલોડ લોડ કરવા, એસએમએસમાંથી વન-ટાઇમ પાસવર્ડ કાઢવો, ચેપગ્રસ્ત ઉપકરણમાંથી રિવર્સ પ્રોક્સી સેટ કરવી અને ઉરટ્ઠંજછॅॅ સેશનને હાઇજેક કરવું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/