fbpx
રાષ્ટ્રીય

શિક્ષકે મોબાઈલ લઈ લીધો તો વિદ્યાર્થીએ સ્કુલને આગ લગાવી દીધી

વિશ્વની સુપર પાવર, વિકસિત અને ન્યુક્લિયર પાવર્ડ સ્કૂલ ગયાનાની એક સ્કૂલમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ વખતે બનેલી ઘટના ત્યાંની શાળાઓમાં વારંવાર બનેલી ગોળીબારની ઘટનાઓ કરતા વધુ ખતરનાક સાબિત થઈ છે. શિક્ષકે બાળકી પાસેથી મોબાઈલ શું લીધો કે ૧૪ વર્ષની વિદ્યાર્થીનીએ શાળામાં આગ લગાવી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૨૦ લોકોના મોત થયા છે. તે જ સમયે, ઘણા લોકોની હાલત ગંભીર છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપી વિદ્યાર્થી પોતે પણ દાઝી ગઈ છે. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડેઈલી મેલના અહેવાલ મુજબ આ ઘટના દક્ષિણ અમેરિકાના દેશ ગયાનાની છે. ઘટનાક્રમ મુજબ, અહીં સ્થિત મહડિયા માધ્યમિક શાળાની કન્યા છાત્રાલયમાં સોમવારે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. હોસ્ટેલમાં રાત્રી દરમિયાન શંકાસ્પદ સંજાેગોમાં લાગેલી આગએ શાળાના ભાગને પણ લપેટમાં લીધો હતો. આગ એટલી વિકરાળ હતી કે કોઈને કંઈ સમજાતું નહોતું, ત્યાં સુધી ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ આગ ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. આગ ઓલવાઈ ત્યાં સુધીમાં ૨૦ લોકોના આગના કારણે મૃત્યુ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટના ગયાનાની રાજધાની જ્યોર્જટાઉનથી લગભગ ૨૦૦ માઈલ દૂર સ્થિત સેન્ટ્રલ ગયાના માઈનિંગ ટાઉનમાં બની હતી. પોલીસે એક ૧૪ વર્ષની છોકરીની ધરપકડ કરી હતી. ઘટનાસ્થળ સહિત ૧૦ ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને દાખલ કરવામાં આવ્યા હતા. આરોપી વિદ્યાર્થીની પૂછપરછ બાદ સાબિત થયું કે વિદ્યાર્થીની શાળા પ્રશાસનથી નારાજ હતી. મળતી માહિતી મુજબ, યુવતી ફોન દ્વારા એક વૃદ્ધ સાથે સંપર્કમાં હોવાથી શિક્ષકે મોબાઈલ ફોન આંચકી લીધો હતો. જેના પર શિક્ષક અને શાળાએ વાંધો ઉઠાવ્યો હતો અને યુવતી પાસેથી તેનો મોબાઈલ ફોન લઈ લીધો હતો અને તેને જપ્ત કરી લીધો હતો.

ગયાનાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ગેરાલ્ડ ગોવિયાએ સ્થાનિક મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આરોપી ૧૪ વર્ષની છોકરીએ આગ લગાડતા પહેલા પણ આવી ઘટનાને અંજામ આપવાની ધમકી આપી હતી. આ પછી પણ શાળા પ્રશાસન સતર્ક રહીને ઘટનાને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. જેના કારણે ૨૦ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બાળકી સિવાય આગમાં દાઝી ગયેલા અન્ય ૯ લોકોની હાલત હજુ પણ નાજુક છે. તમામ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સારવારથી સાજા થયા બાદ નિવેદન લેવામાં આવશે, જ્યારે મુશ્કેલીની આ ઘડીમાં ખુદ અમેરિકાએ ગયાનાને આ મામલામાં મદદ કરવાની ઓફર કરી છે. જે અમેરિકાએ એક માનવી અને શક્તિશાળી પાડોશી દેશ તરીકે કરવું જાેઈતું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/