fbpx
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશ ભીંડમાં ભારતીય વાયુસેનાના Apache helicopter નું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં કોમ્બેટ હેલિકોપ્ટર ‘અપાચે’નું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આવું શા માટે કરવામાં આવ્યું તેની હજુ પુષ્ટિ થઈ નથી. ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર છે. ભારતીય વાયુસેના દ્વારા આ માહિતી આપવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ ટેકનિકલ ખામીના કારણે આવું થયું છે. ભારતીય વાયુસેના (ૈંછહ્લ)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અપાચે એટેક હેલિકોપ્ટર મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના એક ગામમાં એક ખેતરમાં સાવચેતીભર્યું ઉતરાણ કર્યું હતું. વધુ વિગતોની રાહ જાેવાઈ રહી છે. ભારતીય વાયુસેનાએ ખુદ આ અંગે માહિતી આપી હતી. જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ જખનૌલી ગામ પાસે સિંધ નદીની કોતરોમાં થયું છે. નયાગાંવ, ઉમરી પોલીસ સ્ટેશન સ્થળ પર હાજર છે.

પ્રારંભિક માહિતી અનુસાર, ટેકઓફ કરતી વખતે અપાચે કોમ્બેટ હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના પછી બંને પાઈલટોએ હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો ર્નિણય લીધો હતો. પાયલોટે તેને ભીડની કોતરોમાં એક ખેતરમાં ઉતાર્યો. જ્યારે ગ્રામજનોએ હેલિકોપ્ટરને ખેતરમાં ઊતરતું જાેયું તો સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. માહિતી મળતા જ નયાગાંવ, ઉમરી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું હતું. પોલીસે સૌપ્રથમ ગ્રામજનોને હેલિકોપ્ટરમાંથી હટાવ્યા અને સ્થળ પર જવાનોને તૈનાત કર્યા. જવાનોએ હેલિકોપ્ટરની નજીક સુરક્ષા કોર્ડન કરી છે. કોઈને પણ નજીક આવવા દેવાતા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/