fbpx
રાષ્ટ્રીય

આસામના ગુવાહાટીમાં ભયંકર રોડ અકસ્માત, એન્જિનિયરિંગ કોલેજના ૭ વિદ્યાર્થીના મોત

આસામના ગુવાહાટીમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં એન્જિનિયરિંગના ૭ વિદ્યાર્થીઓના મોત થયા છે. ઘટના ગુવાહાટીના જલુકબારી વિસ્તારની છે જ્યારે રવિવારે રાત્રે એક ઝડપી એસયુવી ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારની સ્પીડ એટલી વધારે હતી કે ડિવાઈડર ક્રોસ કરતી વખતે બીજી લેનમાં ચાલી રહેલી ટાટા-૪૦૭ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં અન્ય ૬ લોકો ઘાયલ પણ થયા છે. એસયુવી કારમાં વિદ્યાર્થીઓ હતા, જેઓ અઝારા તરફથી આવી રહ્યા હતા. માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની જીએમસીએચમાં સારવાર ચાલી રહી છે. ગુવાહાટીના જાેઈન્ટ પોલીસ કમિશનર વિજય કુમારે જણાવ્યું કે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ તરીકે થઈ છે. તેઓ આસામ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ જણાવવામાં આવી રહ્યા છે. જેપીસીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ વિદ્યાર્થીઓ હતા. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આસામના ગુવાહાટીમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે.

આ અકસ્માતમાં એન્જિનિયરિંગના ૭ વિદ્યાર્થીઓના મોત થયા છે. સ્પીડ વધુ હોવાને કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને બીજી લેનમાં માલસામાન લઈ જતા વાહન સાથે અથડાઈ હતી. મુખ્યમંત્રી સરમાએ એક ટ્‌વીટમાં કહ્યું કે તેઓ જાલુકબારીમાં માર્ગ અકસ્માતમાં યુવાનોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છે. મુખ્યમંત્રીએ તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. તેમણે ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (ય્સ્ઝ્રૐ) ના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી. મુખ્યમંત્રીએ ઘાયલોને શક્ય તમામ મદદ કરવા સૂચના આપી છે. આ જ મહિનામાં, આસામના નાગાંવ જિલ્લાના સબ-ઇન્સ્પેક્ટરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ૧૬ મેના અકસ્માતમાં તેમની કાર નેશનલ હાઈવે પર એક ટ્રક સાથે અથડાઈ હતી. તેમની પોસ્ટિંગ મેરીકોલોંગ પોલીસ સ્ટેશનમાં હતી. જાેરહાટ જતી વખતે તેણીનો અકસ્માત થયો હતો. સબ ઈન્સ્પેક્ટરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. છેલ્લા કેટલાક સમયથી તે સમાચારોમાં છવાયેલી રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/