fbpx
રાષ્ટ્રીય

કર્ણાટક અને તમિલનાડુ પછી હવે મહારાષ્ટ્રમાં અમૂલ દૂધનો સર્જાયો વિવાદ

કર્ણાટક અને તમિલનાડુ બાદ હવે અમૂલ દૂધ સામેની લડાઈ મહારાષ્ટ્ર સુધી પહોંચી ગઈ છે. મંત્રી રાધાકૃષ્ણ વિખે-પાટીલે રાજ્યના દૂધ ઉત્પાદક સંઘોને પોતાનું અસ્તિત્વ બચાવવા અમૂલ સામે ઊભા રહેવા અપીલ કરી છે. અગાઉ, મહારાષ્ટ્રની પ્રખ્યાત દૂધ બ્રાન્ડ ‘ગોકુલ’ દૂધ ઉત્પાદક સંઘના પ્રમુખ અરુણ ડોંગલે અહમદનગરમાં વિખે પાટીલને મળ્યા હતા. આ પછી રાજ્યના મહેસૂલ, પશુપાલન અને દૂધ વિકાસ મંત્રી રાધાકૃષ્ણ વિખે-પાટીલે જણાવ્યું હતું કે, અમૂલ દૂધના આક્રમક વિસ્તરણના પડકારને પહોંચી વળવા રાજ્યના તમામ દૂધ સંઘોએ એક થવું જાેઈએ. આ ઉપરાંત મંત્રી વિખે પાટીલે પણ મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી હતી અને કહ્યું હતું કે, જે રીતે કર્ણાટક અને તમિલનાડુની સરકારોએ અમૂલ સામે નીતિ અપનાવી છે, મહારાષ્ટ્ર સરકારે પણ એ જ નીતિ અપનાવવી જાેઈએ. ગોકુલ મિલ્ક યુનિયનના પ્રમુખ સાથે મહારાષ્ટ્રના દૂધના વ્યવસાય સામે આવી રહેલા પડકારોની ચર્ચા કર્યા બાદ વિખે પાટીલ રાજ્યના ‘મહાનંદ’ દૂધ સંઘ સાથે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છે.

થોડા સમય પહેલા, અમૂલ દૂધના આક્રમક માર્કેટિંગ સામે સ્થાનિક દૂધ બ્રાન્ડ ‘નંદિની’ને બચાવવા માટે લોકો કર્ણાટકમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ પછી ‘આવીન’ દૂધ બ્રાન્ડને બચાવવા માટે તમિલનાડુમાં અમૂલ દૂધ વિરુદ્ધ અભિયાન શરૂ થયું. અમૂલ દૂધ સાથે સંલગ્ન આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ પર આક્રમક માર્કેટિંગ કરીને અને દૂધ ઉત્પાદક ખેડૂતોને વધુ ચૂકવણીની લાલચ આપીને સ્થાનિક દૂધ બ્રાન્ડ માર્કેટને નષ્ટ કરવા માટે તત્પર હોવાનો આરોપ લગાવ્યો છે. અમૂલનું ટોન્ડ દૂધ ૫૪ રૂપિયા પ્રતિ લીટરમાં ઉપલબ્ધ છે, જ્યારે કર્ણાટકનું નંદિની દૂધ માત્ર ૩૯ રૂપિયા પ્રતિ લીટરમાં વેચાય છે. એ જ રીતે જાે આપણે દહીં વિશે વાત કરીએ, તો જ્યાં એક કિલો અમૂલ દહીંની કિંમત ૬૬ રૂપિયા છે, તો નંદિની દહીં માત્ર ૪૭ રૂપિયા પ્રતિ કિલોમાં મળે છે. આમ હોવા છતાં, શું કારણ છે કે કર્ણાટકનું નંદિની દૂધ અમૂલ દૂધથી જાેખમમાં છે?

ખરેખર, નંદિની દૂધ અને દહીંના ઓછા ભાવનું કારણ કર્ણાટકની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી છે. દૂધ અને દહીં સામાન્ય લોકો માટે આવશ્યક ઉત્પાદનો માનવામાં આવે છે, તેથી ત્યાંની સરકાર તેના ભાવને નિયંત્રિત કરવા માટે દૂધ ઉત્પાદકોને સબસિડી આપે છે. આ જ કારણ છે કે નંદિનીનું માર્કેટ માત્ર બેંગલુરુના ૭૦ ટકા મિલ્ક માર્કેટમાં જ નહીં પરંતુ ૭ રાજ્યોમાં પણ ફેલાયેલું છે. અમૂલનું માર્કેટ ૨૮ રાજ્યોમાં ફેલાયેલું છે. ૨૪ લાખ દૂધ ઉત્પાદકો નંદિની સાથે સંકળાયેલા છે, જ્યારે ૩૬.૪ લાખ દૂધ ઉત્પાદકો અમૂલ સાથે સંકળાયેલા છે. નંદિનીનું ટર્નઓવર ૧૯ હજાર કરોડનું છે, જ્યારે અમૂલનું ટર્નઓવર ૬૧ હજાર કરોડનું છે. આવી સ્થિતિમાં અમૂલ પૈસાના આધારે નંદિનીના અસ્તિત્વને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેથી જ કર્ણાટકમાં નંદિની બચાવો અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તમિલનાડુમાં પણ અમૂલ સ્થાનિક બ્રાન્ડ ‘આવીન’ના ઉત્પાદકોને ત્યાંના ખેડૂતો પાસેથી ઊંચા ભાવે દૂધ ખરીદીને અને વિવિધ પ્રલોભનો આપીને દૂધ વેચતા અટકાવી રહી હોવાનો આરોપ લાગ્યો છે. અમૂલે તમિલનાડુ બોર્ડર પાસે આંધ્રપ્રદેશમાં પ્લાન્ટ સ્થાપ્યો છે. આ પ્લાન્ટથી તે તમિલનાડુના માર્કેટમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યુ છે. તમિલનાડુ સરકારના ડેરી વિકાસ મંત્રી મનો થંગારાજે છટ્ઠદૃૈહ બ્રાન્ડને બચાવવા માટે ખેડૂતો પાસેથી દૂધની ખરીદ કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ સાથે, અગાઉ જ્યાં ખેડૂતોને દૂધ માટે ૯૦ દિવસમાં ચૂકવણી કરવામાં આવતી હતી, હવે તેની સમય મર્યાદા પણ ઘટાડવામાં આવી રહી છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે અમૂલ દૂધ ઉત્પાદકો ખેડૂતોને ૧૦ દિવસમાં ચૂકવણી કરી રહ્યા છે. અમૂલે હવે મહારાષ્ટ્રમાં પણ તેના માર્કેટનું આક્રમક વિસ્તરણ શરૂ કર્યું છે. તેમની સાથે વ્યવહાર કરવા માટે, મહારાષ્ટ્રના દૂધ વિકાસ પ્રધાન રાધાકૃષ્ણ વિખે-પાટીલે દૂધ ઉત્પાદક સંઘોને એક થવા અને સરકારને કર્ણાટક અને તમિલનાડુની તર્જ પર સ્થાનિક દૂધ ઉત્પાદકોની તરફેણમાં રક્ષણાત્મક ભૂમિકા અપનાવવાની અપીલ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/