fbpx
રાષ્ટ્રીય

મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારત લવાશે

તહવ્વુર રાણાને હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. ભારતમાં, નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા ૨૬ નવેમ્બર ૨૦૦૮ના મુંબઈ હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ હુમલાઓ દરમિયાન અજમલ કસાબ નામનો આતંકવાદી જીવતો પકડાયો હતો, જેને ભારતમાં ૨૧ નવેમ્બર ૨૦૧૨ના રોજ ફાંસી આપવામાં આવી હતી. હુમલા દરમિયાન સુરક્ષા દળોએ બાકીના આતંકવાદીઓને ઠાર માર્યા હતા. મુંબઈ આતંકવાદી હુમલામાં છ અમેરિકન નાગરિકો સહિત કુલ ૧૬૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર હુસૈન રાણાએ યુએસ કોર્ટ દ્વારા આપવામાં આવેલા તાજેતરના આદેશને પડકારતી હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી છે જેણે તેના ભારતમાં પ્રત્યાર્પણનો માર્ગ મોકળો કર્યો છે. યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઑફ કેલિફોર્નિયાએ ૨૬/૧૧ મુંબઈ હુમલાના આરોપી રાણાને ભારત પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી હતી. તહવ્વુર રાણા પર ૨૦૦૮ના મુંબઈ આતંકી હુમલામાં સંડોવણીનો આરોપ છે, જેના માટે ભારતમાં તેની સામે કેસ ચાલી રહ્યો છે. રાણા (૬૨) એ તેમના વકીલ દ્વારા હેબિયસ કોર્પસ પિટિશન ફાઇલ કરતી વખતે ભારત સરકાર દ્વારા તેમના પ્રત્યાર્પણને પડકાર્યો છે. તેના વકીલે દલીલ કરી હતી કે રાણાનું પ્રત્યાર્પણ બે રીતે યુએસ-ભારત પ્રત્યાર્પણ સંધિનું ઉલ્લંઘન કરશે. ૧૦ જૂન, ૨૦૨૦ ના રોજ, ભારતે પ્રત્યાર્પણ માટે રાણાની અસ્થાયી ધરપકડની માગ કરતી ફરિયાદ દાખલ કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાયડનના વહીવટીતંત્રે રાણાના ભારતમાં પ્રત્યાર્પણને સમર્થન અને મંજૂરી આપી હતી. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/