fbpx
રાષ્ટ્રીય

ફિજીએ ચીન સાથે પોલીસ એક્સચેન્જ એગ્રીમેન્ટ પર રોક લગાવી

ઈન્ડો પેસિફિક ક્ષેત્રના દેશોમાં ચીન પોતાનો પ્રભાવ વધારવા સતત પ્રયાસ કરી રહ્યું છે. આ દેશોમાં રોકાણ કરવા ઉપરાંત તે મોટી લોન પણ આપી રહ્યુ છે. શું પેસિફિક ક્ષેત્રમાંથી ચીનને ઉખેડી નાખવાની ભારતની વ્યૂહરચના ફળ આપી રહી છે ? ફિજી, પેસિફિક ટાપુના એ ૧૪ દેશોમાંથી એક છે, જેના પર ચીન પોતાનો દબદબો સ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ફિજીએ ભારતની રણનીતિ મુજબ ચીનને મોટો ફટકો માર્યો છે. ઓસ્ટ્રેલિયા, ભારત અને અમેરિકાને ઘેરી લેતા સમુદ્ર પર પ્રભુત્વ જમાવવાના ઈરાદા સાથે ચીન ઘણા લાંબા સમયથી પેસિફિક ક્ષેત્રમાં નાના ટાપુઓને જાેડવામાં વ્યસ્ત છે. પરંતુ ભારતે પણ તેનો ઉકેલ શોધવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. હવે ફિજીએ ચીન સાથે પોલીસ એક્સચેન્જ એગ્રીમેન્ટ પર રોક લગાવી દીધી છે અને સ્પષ્ટ કહ્યું છે કે, સરકાર તેને રદ્દ કરવા પર જલદી ર્નિણય લેશે. બીજા દેશોમાં ઘૂસવાની ચીનની આદત ક્યારેય નહીં જાય. તેનું તાજેતરનું ઉદાહરણ છે કે ફિજીમાં પોલીસ વહીવટમાં તેની દખલગીરી છે. વર્ષ ૨૦૧૧માં ફિજીની તાનાશાહી સરકારે ચીન સાથે કરાર કર્યો હતો.

આ અંતર્ગત ફિજીના અધિકારીઓને ચીનમાં તાલીમ આપવામાં આવશે. એટલું જ નહીં, ફિજીમાં ચીની અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવશે. પરંતુ હવે આ કાર્યક્રમ બંધ કરી દેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભારત ફિજી સાથે સતત વાતચીત કરી રહ્યું છે. ફેબ્રુઆરીમાં વિદેશ મંત્રી એસ. જયશંકરે ફિજીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ફિજીના વડાપ્રધાને ભારતને તેમનો જૂનો અને ભરોસાપાત્ર મિત્ર ગણાવ્યો હતો. જયશંકરે એમ પણ કહ્યું હતું કે જ્યારે આપણે ઈન્ડો પેસિફિક વિશે વાત કરીએ છીએ, ત્યારે ફિજી સૌથી મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે ઉભરી આવે છે. બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધો છે. ગયા મહિને, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત દરમિયાન, તેમને ફિજીના વડા પ્રધાન દ્વારા તેમના દેશના સર્વોચ્ચ સન્માન ‘ધ કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજી’થી નવાજવામાં આવ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ બંને દેશોની ભાગીદારી સાથે ફિજીમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી હતી. આટલું જ નહીં, આ પહેલા ફિજીના વડાપ્રધાને તેમના દેશમાં ૧૯૮૭ના તખ્તાપલટ માટે ભારતીય-ફિજીયન નાગરિકોની માફી માંગી હતી. ૧૯૮૭માં તેઓ લેફ્ટનન્ટ કર્નલ હતા અને તેમણે જ ચૂંટાયેલી સરકારને હટાવી હતી.

ફિજીમાં સામાન્ય ચૂંટણી બાદ છ મહિના પહેલા સરકાર રચાઈ છે. વડાપ્રધાન સિતિવેની રાબુકા શરૂઆતથી જ આ કરારથી પરેશાન હતા. તેને ચીનના ઈરાદાઓ પર પણ શંકા થવા લાગી હતી. જાન્યુઆરીમાં તેમણે એમ પણ કહ્યું હતું કે આ કરારની કોઈ જરૂર નથી. જાેકે તે પૂર્ણ થયું ન હતું. પરંતુ હવે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર જતા પહેલા તેમણે કહ્યું કે આ કરાર હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું, ‘જ્યારે અમે સરકારમાં આવ્યા ત્યારે મેં કહ્યું હતું કે જાે આપણાં મૂલ્યો અને પ્રણાલી અલગ હશે તો ચીન પાસેથી અમને શું સહકાર મળશે?’ જેની સાથે આપણે લોકતાંત્રિક મૂલ્યો શેર કરીએ છીએ તેમની પાસે જાઓ અથવા રહો અને કાયદાનું શાસન વગેરે.. ન્યુઝીલેન્ડ અને ફિજીની સેનાઓ આવતા અઠવાડિયે નવા સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કરશે. ક્વાડ ગ્રુપમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. ચીનને ટક્કર આપવા માટે પણ બંને દેશો એક થયા છે. હવે ફિજી ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડ તરફ ફરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ ટ્રેનિંગ પર પીએમ રાબુકાએ કહ્યું કે અમારા બંનેની સિસ્ટમ સમાન છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના નાના ટાપુઓની અમેરિકા અને ઓસ્ટ્રેલિયા દ્વારા લાંબા સમય સુધી અવગણના કરવામાં આવી હતી. ચીને તેનો ફાયદો ઉઠાવ્યો અને ભારે રોકાણ સાથે અહીં પ્રવેશવાનું શરૂ કર્યું જેથી ભવિષ્યમાં સમુદ્રમાં તેની શક્તિ વધે. પરંતુ વડાપ્રધાન મોદીએ આ શક્તિ ઘટાડવા માટે વર્ષ ૨૦૧૪માં પહેલું પગલું ભર્યું હતું. તેઓએ હ્લૈંઁૈંઝ્ર નામના ૧૪ પેસિફિક ટાપુ દેશોનું જૂથ બનાવ્યું. પેસિફિક ક્ષેત્રના દેશો સાથે જાેડાવા માટે આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/