fbpx
રાષ્ટ્રીય

ભારતમાં ૭૧મી મિસ વર્લ્ડ બ્યૂટી પેજન્ટનું આયોજન

મિસ વર્લ્ડ ૨૦૨૩ સૌંદર્ય સ્પર્ધાનું ભારતમાં આયોજન કરવામાં આવશે. ગત વર્ષની મિસ વર્લ્ડ કેરોલિના બિલ્સકાએ ગુરુવારે નવી દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, અને આ સૌંદર્ય સ્પર્ધાની ભારતની યજમાની વિશે માહિતી આપી હતી. આ દરમિયાન મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનની ચેરપર્સન અને સીઈઓ જિયા મોરલે પણ હાજર હતી. આ સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા માટે ૧૩૦ થી વધુ દેશોમાંથી સ્પર્ધકો ભારત આવશે અને અહીં તેઓ તેમની પ્રતિભા અને બુદ્ધિમત્તા રજૂ કરશે. આ દરમિયાન, આ તમામ સ્પર્ધકો ઘણા તબક્કાઓમાંથી પસાર થશે, જેમાં પ્રતિભા પ્રદર્શન, રમતગમતના પડકારો અને ચેરિટી સંબંધિત વસ્તુઓ હશે. સહભાગીઓને શોર્ટલિસ્ટ કરવા માટે, તેઓએ આ સમય દરમિયાન એક મહિનામાં ઘણા રાઉન્ડમાંથી પસાર થવું પડશે. આ પછી, વર્ષના અંતે, નવેમ્બર/ડિસેમ્બર મહિનામાં, મિસ વર્લ્ડ સ્પર્ધાનો અંતિમ રાઉન્ડ થશે અને સૌને નવી મિસ વર્લ્ડ મળશે. વિશ્વની સૌથી મોટી ઈવેન્ટ્‌સમાંની એક મિસ વર્લ્ડ બ્યુટી પેજન્ટ ભારતમાં ૨૭ વર્ષ પછી ફરી થઈ રહી છે. અગાઉ ૧૯૯૬માં તેની યજમાની ભારતે કરી હતી. જણાવી દઈએ કે રીટા ફારિયા પ્રથમ ભારતીય હતી જેણે વર્ષ ૧૯૬૬માં આ સ્પર્ધા જીતી હતી. ભારતે કુલ છ વખત આ સ્પર્ધા જીતી છે. રીટા ફારિયા પછી વર્ષ ૧૯૯૪માં આજની જાણીતી બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને મિસ વર્લ્ડનો તાજ પહેર્યો હતો. તેમના પછી ૧૯૯૭માં ડાયના હેડન, ૧૯૯૯માં યુક્તા મુખીએ અને ૨૦૦૦માં પ્રિયંકા ચોપરાએ આ પ્રતિષ્ઠિત તાજ જીત્યો હતો. માનુષી છિલ્લર આ ખિતાબ જીતનારી છેલ્લી ભારતીય છે. તે વર્ષ ૨૦૧૭માં મિસ વર્લ્ડ બની હતી. મિસ વર્લ્ડનો તાજ જીત્યા બાદ આ તમામને ઘણી લોકપ્રિયતા મળી હતી. ઐશ્વર્યા રાય, પ્રિયંકા ચોપરાએ ફિલ્મી દુનિયામાં પણ ઘણું નામ કમાવ્યું. માનુષી છિલ્લરે પણ ફિલ્મોમાં પગ મૂક્યો છે. તે અક્ષય સાથે સમ્રાટ પૃથ્વીરાજ ફિલ્મમાં જાેવા મળી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/