fbpx
રાષ્ટ્રીય

મણીપુરમાં સર્ચ ઓપરેશન, ૧૧૭૬૩ દારૂગોળા અને ૨૦૦ બોમ્બ સાથે ૮૦૦થી વધુ હથિયારો જપ્ત કર્યા

કેટલાક દિવસોથી હિંસાની આગમાં સપડાયેલા મણિપુરમાં સુરક્ષા દળો હજુ પણ એલર્ટ મોડમાં છે. આવી કોઈ ઘટના ફરી ન બને તે માટે અનેક પગલા લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં સુરક્ષા દળો હવે હિંસા દરમિયાન ટોળા દ્વારા ચોરી કરાયેલા હથિયારોની શોધ કરી રહ્યા છે. સર્ચ ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ અત્યાર સુધીમાં ૧૧,૭૬૩ દારૂગોળો, ૮૯૬ હથિયારો અને ૨૦૦ બોમ્બ જપ્ત કર્યા છે. રાજ્ય સરકારના સુરક્ષા સલાહકાર કુલદીપ સિંહે આ અંગે માહિતી આપી છે. અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે રમખાણગ્રસ્ત મણિપુરમાં લગભગ ૫૦ લાખ દારૂગોળો અને ૩૫૦૦ હથિયારોની ચોરી થઈ હતી. જાેકે આ માટે કોઈ સત્તાવાર આંકડો નથી. રાજ્યની મુલાકાતે આવેલા અમિત શાહે પણ લોકોને હથિયારો પરત કરવાની અપીલ કરી હતી, જે બાદ એક સપ્તાહ પહેલા સ્થાનિક લોકોએ હથિયારો પરત કરવાનું શરૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે, અમિત શાહ ગયા મહિને મણિપુરના ૪ દિવસના પ્રવાસ પર આવ્યા હતા. અમિત શાહની મુલાકાત પછી ત્યારથી લઈને ૮ જૂન સુધી સુરક્ષા દળોએ ૧૪૪ હથિયારો જપ્ત કર્યા છે,

જ્યારે અમિત શાહની મુલાકાત પહેલા ૭૫૦ હથિયારો મળી આવ્યા હતા. અધિકારીઓએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેઓ અહીંથી મોટી સંખ્યામાં હથિયારો રિકવર કરશે. પરંતુ આ કામગીરીમાં થોડો સમય લાગી શકે છે કારણ કે કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હજુ પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે બાતમીદારો પાસેથી મળેલી માહિતી અને તકનીકી ઇનપુટના આધારે હથિયારોની શોધ કરવામાં આવી રહી છે. અન્ય એક અધિકારીએ કહ્યું કે એવું નથી કે હથિયારોની શોધમાં દરેક ઘરની તલાશી લેવામાં આવી રહી છે. જ્યાંથી તેમના વિશે ગુપ્ત માહિતી મળી રહી છે, ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, ૩ મેથી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેના કારણે રાજ્યમાં ઘણી તબાહી મચી ગઈ હતી. આ હિંસામાં ૧૦૫ લોકોના મોત થયા હતા જ્યારે ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. તે જ સમયે, ૪૦ હજારથી વધુ લોકોને ભાગવાની ફરજ પડી હતી. આ દરમિયાન શુક્રવારે પણ મણિપુરમાં ફાયરિંગના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ૩ લોકોના મોત થયા હતા અને ૨ ઘાયલ થયા હતા. રાજ્યમાં હિંસાના મામલામાં ૬ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલાની તપાસ માટે છૈં્‌ની રચના કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/