fbpx
રાષ્ટ્રીય

‘દોષીઓને છોડવામાં નહીં આવે’ : પીએમ જસ્ટીન

કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના દેશનિકાલના કેસના પડઘા શેરીથી લઈને ગૃહ સુધી સંભળાઈ રહ્યા છે. તે જ સમયે, વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાતરી આપી છે કે તેમની સરકાર દેશમાં લગભગ ૭૦૦ ભારતીય વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરશે, જેઓ ‘બનાવટી પ્રવેશ કાર્ડ’ના આધારે દેશનિકાલનો સામનો કરી રહ્યા છે. તેમણે સંસદમાં કહ્યું કે અમારું ધ્યાન ગુનેગારોને ઓળખવા પર છે પીડિતોને સજા આપવા પર નહીં. કેનેડાના વડાપ્રધાને કહ્યું કે અમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના કેસથી સારી રીતે વાકેફ છીએ, જેઓ નકલી કોલેજ પ્રવેશ પત્રોને કારણે હાંકી કાઢવાનો સામનો કરી રહ્યા છે. પીએમે કહ્યું કે અમે વિદ્યાર્થીઓએ આપણા દેશમાં આપેલા યોગદાનને જાણીએ છીએ. તેમણે કહ્યું કે સરકાર છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની સાથે છે. હકીકતમાં શીખ મૂળના દ્ગડ્ઢઁ નેતા જગમીત સિંહે પીડિત વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સંસદમાં ચિંતા વ્યક્ત કરી હતી. આના જવાબમાં પીએમએ કહ્યું કે જે વિદ્યાર્થીઓ છેતરપિંડીનો ભોગ બને છે તેમને તેમની સ્થિતિ સમજાવવાની અને પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે. મીડિયા રિપોર્ટ્‌સથી પ્રાપ્ત માહિતી અનુસાર જગમીત સિંહની પાર્ટી દ્ગડ્ઢઁ સંસદમાં ઠરાવ લાવવા જઈ રહી છે, જેથી ૭૦૦ વિદ્યાર્થીઓની હકાલપટ્ટી રદ કરી શકાય. ગૃહમાં વિદ્યાર્થીઓનો આ મામલો ઉઠાવતા જગમીત સિંહે બુધવારે પીએમ ટ્રૂડોને પૂછ્યું કે શું તેઓ વિદ્યાર્થીઓના દેશનિકાલને તાત્કાલિક રોકશે. તે જ સમયે, કેનેડિયન બોર્ડર સર્વિસ એજન્સી (ઝ્રમ્જીછ) એ જણાવ્યું કે ૭૦૦થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ સ્થળાંતર કરવા માટે મજબૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે તેને આપવામાં આવેલ કોલેજ એડમિટ કાર્ડ નકલી છે. જ્યારે તેણે અહીં કાયમી રહેવા માટે અરજી કરી ત્યારે તેને તેની સાથેની આ છેતરપિંડીની ખબર પડી. આ પછી, તમામ વિદ્યાર્થીઓ ૨૯ મેથી ઝ્રમ્જીછ હેડ ઓફિસની બહાર ધરણા પર બેઠા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/