fbpx
રાષ્ટ્રીય

હવે શાળાએ જવાથી ડરી રહ્યા છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ

બાલાસેર ટ્રેન દુર્ઘટનાને એક અઠવાડિયું થવા આવ્યું છે, પરંતુ આજે પણ લોકો ગભરાયેલા છે. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે જાેતજાેતામાં લાશોનો ઢગલો થઈ ગયો હતો. એટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા કે મૃતદેહોને રાખવા માટે અલગ અલગ જગ્યા શોધવી પડી હતી. તેથી મૃતદેહોને આસપાસની સરકારી બિલ્ડિંગોનો ઉપયોગ કરાયો હતો. આ બિલ્ડિંગોમાં એક હતી ૬૫ વર્ષ જૂની સ્કૂલ જ્યાં રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ડેડ બોડી રાખવામાં આવી હતી. આ મામલે હવે શિક્ષકો અને સ્કૂલમાં અભ્યાસ કરતા વિધાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. તેમનું કહેવું છે કે તેઓ સ્કૂલમાં નહી જાય. આ સ્કૂલ ટ્રેન દુર્ઘટનાના સ્થળથી માત્ર ૫૦૦ નીટર દૂર છે. સ્કૂલ ઉનાળુ વેકેશનના કારણે બંધ હતી. ટ્રેન દુર્ઘટના બાદ રેસ્કયુ ઓપરેશન દરમિયાન ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવેલ મૃતદેહોને રાખવા માટેની જગ્યાની જરૂર હતી. આ ઉપરાંત બહાનગા નોડલ હાઈસ્કૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રજાઓ બાદ ૧૬ જૂનથી શાળાઓ ફરી શરૂ થશે, પરંતુ હવે બાળકો અને શિક્ષકોએ શાળાએ આવવાની ના પાડી દીધી છે. મૃતદેહોને સ્કૂલમાં રાખવાથી તે ગભરાઈ ગયા છે. મળતી માહિતી મુજબ આ શાળામાં ૨૫૦ મૃતદેહો રાખવામાં આવ્યા હતા. આ માટે ૬ ક્લાસરૂમ અને એક હોલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાદમાં અહીંથી મૃતદેહોને બાલાસોર અને ભુવનેશ્વરની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોને હટાવ્યા બાદ સ્કૂલને પણ સંપૂર્ણ સેનિટાઈઝ કરી દેવામાં આવી હતી, પરંતુ તેમ છતાં બાળકો અને શિક્ષકો સ્કૂલની અંદર જતા ડરે છે. તેમને લાગે છે કે શાળામાં મૃતદેહો રાખવાથી આ જગ્યા ભૂતિયા બની ગઈ છે. આવી સ્થિતિમાં શાળાનું બિલ્ડીંગ તોડીને ફરીથી નવું બનાવવામાં આવે તેવી ચર્ચા છે. બાલાસોરના કલેક્ટરે લોકોને ભય અને અંધશ્રદ્ધા ફેલાવવાની મનાઈ કરી છે. શાળાની ઇમારત તોડી પાડવામાં આવશે કે કેમ તે અંગે ર્નિણય લેવાનો બાકી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/