fbpx
રાષ્ટ્રીય

રાહુલ ગાંધી, સિદ્ધારમૈયા અને શિવકુમારને માનહાનિના કેસમાં કોર્ટનું સમન્સ

બેંગ્લોર કોર્ટે બુધવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ મોકલ્યા છે. કોર્ટે ત્રણેય નેતાઓ વિરુદ્ધ વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપ વિરુદ્ધ ખોટી જાહેરાતો અને બદનક્ષીભર્યો પ્રચાર કરવા બદલ આ સમન્સ મોકલ્યા છે. ભાજપના પ્રદેશ સચિવ એસ કેશવપ્રસાદે ૯ મેના રોજ આ ત્રણેય નેતાઓ વિરુદ્ધ માનહાનિ અંગેની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, કોંગ્રેસના નેતાઓએ તત્કાલીન ભાજપ સરકારે સરકારી કોન્ટ્રાક્ટમાં ૪૦ ટકા કમિશન લીધું હતું અને રાજ્યમાંથી ૧.૫ લાખ કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ જાહેરાતથી ભાજપની છબી ખરાબ થઈ છે. તે જ સમયે, વિશેષ અદાલત આ મામલે આગામી સુનાવણી ૨૭ જુલાઈએ હાથ ધરશે. ભાજપે કોર્ટના ર્નિણયનું સ્વાગત કર્યું છે. બીજેપીએ ટ્‌વીટ કર્યું કે જૂઠું બોલીને અને ખોટો પ્રચાર કરીને લોકોને ગેરમાર્ગે દોરવાનું સરળ છે. પક્ષે કહ્યું કે કોર્ટ યોગ્ય સજા આપશે. જણાવી દઈએ કે કર્ણાટક ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર જાેરદાર નિશાન સાધ્યું હતું. રાહુલે ભાજપને ૪૦ ટકા કમિશન લેતી સરકાર ગણાવી હતી. આ સાથે તેમણે ભાજપને ભારતની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/