fbpx
રાષ્ટ્રીય

રોજનો એક પેગ પીવાથી હાર્ટ અટેકનું જાેખમ ઘટે : રિસર્ચ

દારૂનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ તો આપણે બધા જાણીએ છીએ. પરંતુ તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ક્યારેક-ક્યારેક આલ્કોહોલનું સેવન કરવાથી ઘણી ગંભીર બીમારીઓ, મુખ્યત્વે હાર્ટ એટેકથી બચી શકાય છે. અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે જે મહિલાઓ અને પુરૂષો આખા દિવસમાં એક જ પેગ પીવે છે તેમને કાર્ડિયોવેસ્ક્યુલર લક્ષણો એટલે કે હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રોકનું જાેખમ ઓછું હોય છે પણ જેઓ વધુ પીતા હોય અથવા હજુ શીખતા હોય તેઓ માટે જાેખમ વધારે હોય છે. આ અભ્યાસ દરમિયાન, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું હતું કે નિયમિત મધ્યમ માત્રામાં આલ્કોહોલ તણાવ ઘટાડે છે, જે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. સંશોધકોએ ૭૫૪ લોકોના મગજના સ્કેનનો અભ્યાસ કરતા પહેલા ૫૦,૦૦૦ થી વધુ અમેરિકનોના ડેટાનો અભ્યાસ કર્યો હતો, જે મુખ્યત્વે કેન્સરની દેખરેખ માટે લેવામાં આવ્યા હતા. દરમિયાન, મગજની ઇમેજિંગ દર્શાવે છે કે જે લોકોએ ઓછી માત્રામાં આલ્કોહોલ પીધું હતું તેઓનાં મગજનાં એક ભાગ કે જે સ્ટ્રેસ સાથે સંલગ્ન છે તે એમીગડાલામાં તણાવના સંકેતો ઓછાં દેખાયા હતા.તેની સામે અઠવાડિયે વધુ આલ્કોહોલ પીનારાઓમાં હૃદયરોગનું જાેખમ વધારે હતું. વધુમાં, જ્યારે સંશોધકોએ આ વ્યક્તિઓના કાર્ડિયોવેસ્ક્યુલર ઇવેન્ટ્‌સના ઇતિહાસ પર નજર નાખી, ત્યારે તેમને હળવાથી મધ્યમ આલ્કોહોલ પીનારાઓમાં ઓછા હાર્ટ એટેક અને સ્ટ્રોક જાેવા મળ્યા. મેસેચ્યુસેટ્‌સ જનરલ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ, વરિષ્ઠ લેખક ડૉ અહેમદ તવકોલે જણાવ્યું હતું કે, “અમને જાણવા મળ્યું છે કે ઓછું કે મધ્યમ પીનારાઓના મગજમાં રક્ષણાત્મક અસરો એટલે કે પ્રીવેન્ટીવ કાર્ડિયોવેસ્ક્યુલર ઇફેક્ટનો નોંધપાત્ર ભાગ સમજાવવામાં આવ્યો છે.” બીજી બાજુ, જે લોકો અઠવાડિયામાં ૧૪ ડ્રિંક પીવે છે તેમને હૃદય રોગનું જાેખમ વધી જાય છે અને મગજની પ્રવૃત્તિમાં ઘટાડો થાય છે.અમેરિકન કૉલેજ ઑફ કાર્ડિયોલોજીના જર્નલમાં લખતા, લેખકોએ તારણ કાઢ્યું છે કે સંશોધનોએ મગજના તણાવની પ્રવૃત્તિમાં ઘટાડો કરતા નવા હસ્તક્ષેપો શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જાેઈએ. ગ્લાસગો યુનિવર્સિટીમાં મેટાબોલિક મેડિસિનના પ્રોફેસર નવીદ સત્તારે જણાવ્યું હતું કે સંશોધનને આલ્કોહોલના સેવનને લીલી ઝંડી આપવા તરીકે જાેવું જાેઈએ નહીં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/