fbpx
રાષ્ટ્રીય

બિપોરજાેય વાવાઝોડાના સંકટ વચ્ચે ભારતે પાકિસ્તાનની મદદ કરી

પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાનના લોકો રોજ નવી નવી વાતને કારણે ટ્રોલ થતા રહે છે. આતંકીઓને સહારો આપતું પાકિસ્તાન કુદરતી આફત સમયે નિઃસહાય બની જાય છે. ભારત અને પાકિસ્તાનના સંબંધો વર્ષોથી સારા રહ્યા નથી. આતંકી હુમલાઓ અને સરહદના તણાવને કારણે ઘણીવાર સુધરતા સંબંધોમાં ફરી કડવાશ આવી જાય છે. તેમ છતા આફતના સમયે ભારત સરકાર પાકિસ્તાનના લોકોની મદદ કરતી હોય છે. ૧૫-૧૬ જૂનના રોજ ભારતના ગુજરાત પર અરબ સાગરમાંથી બિપરજાેય વાવાઝોડું ટકરાવવાનું હતું. ભારત સરકાર અને ગુજરાત સરકાર ૬ જૂનથી બિપરજાેય વાવાઝોડા સામે સજજ બનવાની તૈયારીઓ કરી રહ્યા હતા. આ બિપરજાેય આફતનો ખતરો પાકિસ્તાનના કરાચી પર હતો, પણ પાકિસ્તાનની સરકાર આફતનો અંદાજ લગાવવામાં નિષ્ફળ રહી હતી. આફતના સમયે ફરી એક ભારત એ પાકિસ્તાનની મદદ કરી હતી. બિપરજાેય વાવાઝોડાની જરુરી માહિતી ભારતીય હવામાન વિભાગ એ પાકિસ્તાનના હવામાન વિભાગ સાથે શેયર કરી હતી. દર ત્રીજા કલાકે બિપરજાેયની સ્થિતિને લઈને પાકિસ્તાનને માહિતગાર કરવામાં આવી રહ્યા હતા. જેથી પાકિસ્તાનના લોકો બિપરજાેયની તબાહીથી બચી શકે. આતંકી પ્રવૃતિઓ અને આતંકીઓને પ્રોત્સાહ આપતું પાકિસ્તાન જરુરી ટેકનોલોજી અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજના વિકસાવવામાં નિષ્ફળ છે. જેના કારણે દર વખતે પાકિસ્તાનના લોકોને કુદરતી આફત સમયે વધારે પડતી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/