fbpx
રાષ્ટ્રીય

UNSC માં ભારતને કાયમી સભ્યપદ આપવું જાેઈએ : વડાપ્રધાન મોદી

ભારત ઘણા વર્ષોથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (ેંદ્ગજીઝ્ર)માં સુધારા માટે અવાજ ઉઠાવી રહ્યું છે. ભારતનું કહેવું છે કે વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ હોવાને કારણે તેને સુરક્ષા પરિષદનો કાયમી સભ્ય બનાવવો જાેઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે ઘણી વખત દેશની ઈચ્છા વ્યક્ત કરી છે. મંગળવારે અમેરિકા જતા પહેલા તેમણે ફરી એકવાર પોતાની વાત દોહરાવી હતી. અમેરિકા જતા પહેલા વોલ સ્ટ્રીટ જર્નલને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના વર્તમાન સભ્યપદનું મૂલ્યાંકન કરવું જાેઈએ. દુનિયાના દેશોને પૂછવું જાેઈએ કે શું તેઓ ભારતને ત્યાં જાેવા માગે છે? તમને જણાવી દઈએ કે સુરક્ષા પરિષદમાં હાલમાં પાંચ સ્થાયી સભ્યો છે, જેમાં અમેરિકા, બ્રિટન, ચીન, ફ્રાન્સ અને રશિયાનો સમાવેશ થાય છે. આ સિવાય ૧૦ અસ્થાયી સભ્યો છે જેમાં ભારત પણ સામેલ છે. બીજી તરફ ઁસ્ મોદીના અમેરિકા પ્રવાસ પહેલા જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ સબા કોરોસીએ કહ્યું કે સુરક્ષા પરિષદમાં ભારત જેવા દેશની જરૂર છે. તેમણે કહ્યું કે સભ્ય દેશોની એવી ધારણા છે કે કાઉન્સિલમાં વધુ સારા પ્રતિનિધિઓની જરૂર છે. તેમાં એવા દેશોનો સમાવેશ થાય છે જેમની પાસે શાંતિ અને લોકોના કલ્યાણની મોટી જવાબદારી અને ચોક્કસપણે ભારત માને છે કે તેઓ વિશ્વના કલ્યાણમાં યોગદાન આપી શકે છે. તેણે વધુમાં કહ્યું કે, થોડા મહિના પહેલા મારી પીએમ મોદી સાથે મુલાકાત થઈ હતી. મીટિંગ દરમિયાન તેમની દ્રષ્ટિ અને વ્યૂહાત્મક વિચાર જાેવા મળી રહ્યો હતો. તેમની મુલાકાતની મારા પર ઊંડી અસર પડી. સંયુક્ત રાષ્ટ્રમાં તેમનું ખૂબ સ્વાગત છે. તેઓ ખૂબ જ ઓછા સમયમાં અહીં આવનારા વિશ્વના સૌથી આદરણીય નેતાઓમાંના એક છે. તમને જણાવી દઈએ કે ેંજી પ્રવાસ પર પીએમ મોદી ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની મુલાકાત લેશે. ઁસ્ મોદીનો ચાર દિવસીય પ્રવાસ ૨૧ જૂનથી શરૂ થશે. ઁસ્ મોદી અમેરિકામાં ચાર દિવસ રોકાઈને જાે બાઈડન સાથે ખાનગી અને દ્વિપક્ષીય બેઠક કરશે. આ સિવાય તેઓ અમેરિકી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આ પહેલીવાર હશે જ્યારે પીએમ મોદી સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આ પહેલા ભારતના અમુક પસંદગીના નેતાઓ જ આ કરી શક્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/