fbpx
રાષ્ટ્રીય

દિલ્હીમાં વિયેતનામના સંરક્ષણ પ્રધાન સાથે રાજનાથ સિંહની દ્વિપક્ષીય બેઠક

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દરિયાકાંઠાની સુરક્ષા વધારવા માટે દિલ્હીમાં વિયેતનામના સંરક્ષણ પ્રધાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ વધારવા માટે બંને રક્ષા મંત્રીઓ વચ્ચે ચર્ચા થઈ છે. ચર્ચા દરમિયાન સંરક્ષણ ક્ષેત્ર અને દરિયાકાંઠા તેમજ દરિયાઈ સુરક્ષા સાથે સંબંધિત ઉદ્યોગો સંબંધિત બંને દેશો વચ્ચે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નૌકાદળના વિસ્તરણ માટે ભારતે વિયેતનામને સ્વદેશી ઇન-સર્વિસ મિસાઇલ કોર્વેટ ૈંદ્ગજી કૃપાણ ભેટ આપી હતી. મળતી માહિતી મુજબ, રાજનાથ સિંહે વિયેતનામના રક્ષા મંત્રી જનરલ ફાન વેન ગિયાંગ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી છે. આ બેઠકમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગના મુદ્દા પર ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. આ દરમિયાન બંનેએ સહકારની પ્રગતિની સમીક્ષા પણ કરી હતી. બંને પક્ષોએ આ અંગે સંતોષ પણ વ્યક્ત કર્યો છે. ભારત અને વિયેતનામ વચ્ચેની આ ચર્ચામાં હાલના ઔદ્યોગિક સહયોગ, દરિયાઈ સુરક્ષા અને બહુરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત કરવા માટે સાધનોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ દરમિયાન રક્ષા મંત્રીએ સ્વદેશી કોર્વેટ ૈંદ્ગજી કૃપાણ આપવાની પણ જાહેરાત કરી હતી. ભારત દ્વારા આપવામાં આવેલી આ ભેટ વિયેતનામની પીપલ્સ નેવીની તાકાતમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. ભારતના પ્રવાસે આવેલા વિયેતનામના સંરક્ષણ મંત્રીએ સોમવારે ડીઆરડીઓની હેડ ઓફિસની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓએ સંયુક્ત ઉત્પાદનમાં સહયોગ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષમતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી. આ મુલાકાત દરમિયાન જનરલ ફેન વાન ગિઆંગે શહીદ નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પુષ્પો અર્પણ કર્યા હતા. જણાવી દઈએ કે જનરલ ફાન વાન બે દિવસીય ભારતીય પ્રવાસ પર ૧૮ જૂને ભારત પહોંચ્યા હતા. ભારત માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ, વિયેતનામ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભાગીદાર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/