fbpx
રાષ્ટ્રીય

દિલ્હીમાં હનુમાન મંદિરની ગ્રીલ તોડવા મુદ્દે હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો

રાજધાની દિલ્હીના મંડાવલી અલ્લા કોલોની ચોકમાં બનેલા હનુમાન મંદિરની આસપાસની લોખંડની જાળી તોડવાનો વિરોધ શરૂ થયો છે. ગુરુવારે સવારે ઁઉડ્ઢ જ્યારે મંદિરની આસપાસની લોખંડની જાળી તોડવા પહોંચી ત્યારે હિન્દુ સંગઠને તેનો વિરોધ શરૂ કર્યો હતો. વિરોધને ધ્યાનમાં રાખીને સ્થળ પર ભારે સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું છે. વાસ્તવમાં મંડાવલી વિસ્તારમાં અલ્લા કોલોનીમાં હનુમાન મંદિર બનાવવામાં આવ્યું છે. ઁઉડ્ઢએ વહીવટીતંત્રને જાણ કરી હતી કે તે ફૂટપાથ પર અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યું છે. આ પછી જ્યારે પ્રશાસન આજે સવારે મંદિરની આસપાસ બનેલી લોખંડની જાળી તોડવા પહોંચ્યું તો હિન્દુ સંગઠને વિરોધ શરૂ કર્યો. મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા. વહીવટીતંત્રનું કહેવું છે કે તેઓ મંદિર તોડવા માટે નહીં પરંતુ મંદિરની આસપાસની ગેરકાયદે લોખંડની જાળી તોડવા આવ્યા છે. મંદિર મામલે ઁઉડ્ઢ મંત્રી આતિશીએ ્‌ફ૯ ભારતવર્ષ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે, મંડાવલીમાં મંદિર તોડી પાડવામાં આવી રહ્યું છે. આ સિવાય દિલ્હી ન્ય્એ ૧૦ વધુ મંદિરોને તોડી પાડવાનો આદેશ આપ્યો છે, જ્યારે આ ફાઇલ મનીષ સિસોદિયા પાસે આવી ત્યારે તેમણે ફાઇલ પર લખ્યું હતું કે કોઈ પણ ધાર્મિક સ્થળને તોડવામાં ન આવે, પરંતુ લેફ્ટનન્ટ ગવર્નરે તેને બાયપાસ કરીને ર્નિણય લીધો છે. આતિશીએ કહ્યું કે આમ આદમી પાર્ટી તેનો સંપૂર્ણ વિરોધ કરી રહી છે અને હું લેફ્ટનન્ટ ગવર્નરને પણ વિનંતી કરીશ. બીજી તરફ પૂર્વ દિલ્હીના ડીસીપી અમૃતા ગુગુલોથે કહ્યું કે અમને ઁઉડ્ઢ તરફથી માહિતી મળી હતી કે મંદિરની આસપાસની ગ્રીલ ફૂટપાથ પર અતિક્રમણ કરવામાં આવી છે. તેને દૂર કરવા અમારી પાસે મદદ માંગવામાં આવી હતી, અમે મદદ કરી છે. ગ્રીલ દૂર કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થા સામાન્ય છે અને ટ્રાફિક પણ સુવ્યવસ્થિત રીતે ચાલી રહ્યો છે. મંદિરમાં હાજર સ્થાનિક રહેવાસીઓ અને ભક્તોનું કહેવું છે કે આ મંદિર ઘણા વર્ષોથી બનેલું છે, આજ સુધી કોઈએ કહ્યું નથી કે અહીં કોઈ ગેરકાયદે બાંધકામ થયું છે. વહીવટીતંત્રની કાર્યવાહીને ખોટી ગણાવી રહીશો ગેરકાયદે બાંધકામ તોડવાનો વિરોધ કરી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/