fbpx
રાષ્ટ્રીય

મણિપુરમાં સ્કોર્પિયોમાં બ્લાસ્ટ, ૩ લોકો ઘાયલ

મણિપુરમાં હિંસક ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. કેટલીક જગ્યાએ ગોળીબાર અને કેટલીક જગ્યાએ વિસ્ફોટના સમાચાર સામે આવી રહ્યા છે. તમામ કાર્યવાહી છતાં બદમાશો તેમની હરકતો કરી રહ્યા છે. જાેકે રાજ્યમાં સુરક્ષા દળો સતત એક્શન મોડમાં જાેવા મળે છે. આ દરમિયાન ફરી એકવાર મણિપુરના બિષ્ણુપુર જિલ્લામાં ૈંઈડ્ઢ બ્લાસ્ટના (મ્ઙ્મટ્ઠજં) સમાચાર સામે આવ્યા છે, જેમાં ૩ લોકો ઘાયલ થયા છે. આ ઘટના બુધવારે સાંજે બની હતી જ્યાં બિષ્ણુપુર જિલ્લાના કવાક્ટામાં પાર્ક કરેલી સ્કોર્પિયોમાં ૈંઈડ્ઢ બ્લાસ્ટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ પહેલા એક વ્યક્તિ કારમાંથી બહાર નીકળતો જાેવા મળ્યો હતો, જે કારને ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. તે પછી અન્ય કોઈ તેની આસપાસ આવતા-જતા જાેવા મળ્યું ન હતું. વિસ્ફોટમાં ઘાયલ ત્રણેય લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં ફાયરિંગના સમાચાર પણ સામે આવ્યા છે. ગુરુવારે સવારે પશ્ચિમ ઇમ્ફાલના બોલઝાંગમાં આસામ રાઇફલ્સ અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો હતો, જેમાં બે જવાન ઘાયલ થયા હતા. હાલ પરિસ્થિતિ કાબુમાં આવી ગઈ છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. સર્ચ ઓપરેશન દરમિયાન એક ઇન્સાસ લાઇટ મશીનગન પણ મળી આવી છે. આ પહેલા બુધવારે સાંજે પણ ફાયરિંગનો અવાજ સંભળાયો હતો. આ દરમિયાન હુમલાખોરોએ ઉરંગપત પાસે બે દિશામાંથી ગોળીબાર કર્યો હતો. આ સિવાય મંગળવારે મોડી રાત્રે સુગાનુ અને બુધવારે સાંજે કાંગપોકપી જિલ્લામાં પણ ગોળીબાર થયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/