fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેનને આપેલી ભેટ પાછળ છુપાયેલુ છે ધાર્મિક મહાત્મય

પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જાેબાઈડેન સાથે મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમને ૧૦ પ્રકારની ભેટ આપી હતી. આ ભેટો ઘણી રીતે ખાસ છે. આ ખાસ ભેટો ભારતીય પરંપરાને પ્રતિબિંબિત કરે છે. તેઓ ખાસ પ્રસંગોએ આપવામાં આવે છે. તેમનો ઉલ્લેખ યજુર્વેદમાં કરવામાં આવ્યો છે. ૧૦ વિશેષ પ્રકારની ભેટો સહસ્ત્ર પૂર્ણ ચંદ્રોદયમ ઉત્સવનો એક ભાગ માનવામાં આવે છે હવે ચાલો તેની સંપૂર્ણ વાર્તા પણ સમજીએ. વાસ્તવમાં રાષ્ટ્રપતિ બાઈડેને જીવનના ૮૦ વર્ષ પૂર્ણ કર્યા છે. ભેટોનું જાેડાણ તેમની ઉંમર સાથે છે. યજુર્વેદમાં કહેવાયું છે કે જ્યારે કોઈ વ્યક્તિ ૮૦ વર્ષ અને ૮ મહિનાની ઉંમર પૂર્ણ કરે છે ત્યારે તેને ‘દ્રષ્ટા સહસ્ત્રચંદ્ર’ કહેવામાં આવે છે એટલે કે જેણે ૧૦૦૦ પૂર્ણ ચંદ્રો જાેયા હોય. સહસ્ત્ર પૂર્ણ ચંદ્રોદયમ ઉત્સવ દરમિયાન, ભારતમાં દશા દાનમ એટલે કે ૧૦ વિવિધ પ્રકારની વસ્તુઓનું દાન કરવાનો રિવાજ છે. તેમાં ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે – હિરણ્યદાન (સોનું), અગ્ન્યદાન (ઘી), રૂપ્યદાન (ચાંદી), લવંદન (મીઠું), ગૌદાન (ગાય), ધાન્યદાન (અનાજ), વસ્ત્રાદાન (કપડાં). આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેનને ઘણી ખાસ ભેટ આપી જે ભારતીય પરંપરાને દર્શાવે છે. જાણો, ઁસ્ મોદીએ પ્રેસિડેન્ટ બાઈડેનને તેમના અમેરિકન પ્રવાસ પર કઈ કઈ ભેટ આપી. પીએમ મોદીએ બાઈડેનને ખાસ પ્રકારનું ચંદનનું બોક્સ ગિફ્ટ કર્યું છે.

તેને રાજસ્થાનના જયપુરના એક માસ્ટર કારીગર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં વપરાતું ચંદન કર્ણાટકના મૈસૂરથી લાવવામાં આવ્યું હતું. આ બોક્સ પર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિની પેટર્ન કોતરેલી છે. રાજસ્થાનમાં ચંદન પર કોતરણીની કળા ખૂબ પ્રખ્યાત છે. આ ઘણી પેઢીઓથી ચાલતું આવ્યું છે. આ કલાનો નમૂનો બાઈડેનને ભેટ તરીકે આપવામાં આવ્યો છે. ખાસ હાથથી બનાવેલા ચાંદીના બોક્સમાં પ્રતિકાત્મક દાસ દાનમ અથવા દસ દાન હોય છે. આ ખાસ પ્રસંગે આપવામાં આવનાર ભેટનું પ્રતીક છે. રાજસ્થાનમાં ચંદન પર કોતરણીની કળા ખૂબ પ્રખ્યાત છે. આ ઘણી પેઢીઓથી ચાલતું આવ્યું છે. આ કલાનો નમૂનો બાઈડેનને ભેટ તરીકે આપવામાં આવ્યો છે. ખાસ હાથથી બનાવેલા ચાંદીના બોક્સમાં પ્રતિકાત્મક દાસ દાનમ અથવા દસ દાન હોય છે. આ ખાસ પ્રસંગે આપવામાં આવનાર ભેટનું પ્રતીક છે. બાઈડેનને આપવામાં આવેલા ચંદનના બોક્સમાં ગણેશની મૂર્તિ છે. ભગવાન ગણેશને અવરોધોનો નાશ કરનાર કહેવામાં આવે છે અને તે તમામ દેવતાઓમાં પ્રથમ છે. બોક્સમાં રાખવામાં આવેલી ગણેશજીની ચંદનની મૂર્તિ કોલકાતાના કલાકારોએ તૈયાર કરી છે. ભારતીય પરંપરાઓ અનુસાર, ઘરોમાં દિવો રાખવાનો રિવાજ રહ્યો છે. જ્યાં તેને રાખવામાં આવે છે તે સ્થાનને પવિત્ર સ્થાન માનવામાં આવે છે. દિવામાં રૂ ની વાટ પ્રગટાવીને ભગવાનને અર્પણ કરવામાં આવે છે.

પીએમ મોદીએ બિડેનને ચાંદીનો દીવો ભેટમાં આપ્યો. તે કોલકાતાના પાંચમી પેઢીના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જાે બાઈડેનને આપવામાં આવેલી ભેટમાં તાંબાની પ્લેટ પણ આપવામાં આવી છે. તે ઉત્તર પ્રદેશથી મોકલવામાં આવી છે. જેને તામ્ર પત્ર પણ કહેવાય છે. તેમાં એક શ્લોક પણ લખાયેલો છે. પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ રેકોર્ડ રાખવાની સાથે જપ અને લખવા માટે પણ થતો હતો. બાઈડેનને હાથથી બનાવવામાં આવેલું ચાંદીનું નાળિયેર પણ આપવામાં આવ્યું છે જે પરંપરા રહી છે. તેને પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ સિવાય મૈસૂરથી ચંદનનો ટુકડો ભેટમાં આપવામાં આવ્યો છે. એટલે કે એમ કહી શકાય કે મોદી પોતાની સાથે મોટાભાગના રાજ્યમાંની ખાસ કળાને ભેટ આપવા માટે પોતાની સાથે લઈ ગયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/