fbpx
રાષ્ટ્રીય

NIA ૧૩ પાકિસ્તાની નાગરિકો સામે ચાર્જશીટ દાખલ કરી

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ટેરર ??ફંડિંગ કેસમાં ૧૩ પાકિસ્તાની નાગરિકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. જેમાંથી ૧૦ આરોપીઓની ગયા વર્ષે જ ધરપકડ કરવામાં આવી હતી. આ ચાર્જશીટ આતંકવાદી ગતિવિધિઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે હથિયારો અને પ્રતિબંધિત દવાઓની દાણચોરી સંબંધિત કેસમાં દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દાણચોરી પાકિસ્તાનથી ગુજરાતના દરિયાકાંઠે થઈ રહી હતી. આ મામલામાં ધરપકડ કરાયેલા ૧૦ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કાદરબક્ષ ઉમેતાન બલોચ, અમાનુલ્લાહ મૂસા બલોચ, ઈસ્માઈલ સબઝલ બલોચ, અલ્લાહબક્ષ હતાર બલોચ, ગુલ મોહમ્મદ હતર બલોચ, અંદમ અલી બોહર બલોચ, અબ્દુલગની જાંગિયા બલોચ, અબ્દુલહકીમ દિલમુરાદ બલોચ તરીકે કરવામાં આવી છે. આ તમામની ગયા વર્ષે ડિસેમ્બરમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી એક ફિશિંગ બોટ પણ જપ્ત કરવામાં આવી હતી, જેમાંથી ૪૦ કિલો ડ્રગ્સ, ૬ વિદેશી પિસ્તોલ, ૬ મેગેઝીન અને ૧૨૦ ૯ એમએમના જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ ઉપરાંત બોટમાંથી કેટલાક દસ્તાવેજાે, પાકિસ્તાની ઓળખ કાર્ડ, મોબાઈલ ફોન અને પાકિસ્તાની ચલણ પણ મળી આવ્યું હતું. અન્ય ત્રણ લોકો જેમના નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યા છે તેઓ હાલમાં ફરાર હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે આતંકવાદી સંગઠનોને મદદ કરનારા જૂથો પર દ્ગૈંછની નજર છે. આ ક્રમમાં દ્ગૈંછએ તાજેતરમાં ઘણા શંકાસ્પદ આતંકવાદીઓના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. માહિતી અનુસાર, તે આતંકવાદી સંગઠનો દ્ગૈંછના રડાર પર છે જેમના કડીઓ લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુજાહિદ્દીન, અલ બદર અને અલ કાયદા જેવા આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે જાેડાયેલા હોવાની આશંકા છે. આ કેસમાં દ્ગૈંછએ જમ્મુ-કાશ્મીરના સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ સાથે દ્ગૈંછએ એવો પણ દાવો કર્યો હતો કે યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકના રસ્તે મોકલવામાં આવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/