fbpx
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજની પત્ની સાથે ફ્લેટ વેચવાના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી

સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કંડેય કાત્જુની પત્ની સાથે છેતરપિંડી (હ્લટ્ઠિેઙ્ઘ) થઈ હોવાની ઘટના સામે આવી છે. માર્કંડેય કાત્જુની પત્નીએ નોઈડાના સેક્ટર-૧૨૬ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર એક વ્યક્તિએ તેમની સાથે છેતરપિંડી કરીને કરોડો રૂપિયાનો ફ્લેટ તેના નામે કરાવી લીધો છે. પોલીસે ઘટનાની નોંધ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું કે નોઈડાના સેક્ટર-૪૫માં રહેતા ભારતના ભૂતપૂર્વ ન્યાયાધીશ માર્કંડેય કાત્જુની પત્ની રૂપા કાત્જુએ ગઈકાલે રાત્રે સેક્ટર-૧૨૬ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના ભાઈ બિજેન્દ્ર નેહરુનો જેપી કેલિપ્સો કોર્ટમાં ફ્લેટ છે. તેમના ભાઈઓ કેનેડામાં રહે છે. આ ફ્લેટના તમામ કામો પૂર્ણ કરવા માટે તેમને પાવર ઓફ એટર્ની મળી છે. રૂપા કાત્જુના જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલા તેમની સેક્ટર-૧૫છમાં રહેતા નાસિર આફતાબ ખાન નામના વ્યક્તિ સાથે કોઈના માધ્યમથી મુલાકાત થઈ હતી. નાસિર ખાને તેમને કહ્યું કે તેમના સારા લોકો સાથે સંપર્ક છે. તેથી તેમનો ફ્લેટ ૨.૫ કરોડ રૂપિયામાં વેચી આપશે. નાસિરે તેમને વિશ્વાસમાં લઈ જેપી બિલ્ડરની ઓફિસમાં જઈને એનઓસી વગેરે કરાવવાના નામે ઘણા દસ્તાવેજાે પર સહી કરાવી લીધી હતી. નાસિરે જણાવ્યું હતું કે તમારા ફ્લેટનું એનઓસી થોડા દિવસોમાં આવી જશે અને તમારો ફ્લેટ બીજા કોઈને વેચવામાં આવશે. જે બાદ તમને રકમ મળશે. પોલીસે જણાવ્યું કે ફરિયાદીના જણાવ્યા અનુસાર, જ્યારે નાસિરે ઘણા દિવસો સુધી તેમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા ન હતા, ત્યારે તે જેપી બિલ્ડરની ઓફિસમાં ગયા હતા, જ્યાં તેમને નવનીત સક્સેના નામનો કર્મચારી મળ્યા. જેણે તેમને કહ્યું કે તમારો ફ્લેટ નાસિર આફતાબ ખાનના નામે ટ્રાન્સફર થયો છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ફરિયાદના આધારે પોલીસ કેસ દાખલ કરીને મામલાની તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/