fbpx
રાષ્ટ્રીય

“વગર કઈ પણ કરે ભારતમાં આવી જશે POK : રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહ ગઈકાલે જમ્મુ- કશ્મીરમાં હતા ત્યારે તેમણે જમ્મુની યુનિવર્સિટીમાં સુરક્ષા સંમેલનમાં પાકિસ્તાની ઝાટકણી કાઢી હતી. રાજનાથ સિંહ આ દરમિયાન એકવાર ફરી પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાન તેની પોતાની સ્થાનિક સમસ્યાઓ પર વધુ ધ્યાન આપે તો સારું. ભારત અને ભારતની બાબતોમાં દખલગીરી કરવાની કોઈ જરુર નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનની સ્થિતિને જાેતા એમ લાગે છે કે ભારતે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પાછું મેળવવા માટે હવે વધુ મહેનત કરવાની કોઈ જરૂર નથી. પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકે એટલે કે ને ભારત પરત લાવવા માટે આ પહેલા પણ ઘણી વખત અનેક નેતાઓએ પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે જાે કે રાજનાથ સિંહે પણ આ મુદ્દે અનેકવાર અવાજ ઉઠાવ્યો છે. ત્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રીએ પણ પીઓકેને લઈને પોતાનું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે પીઓકેનો અર્થ માત્ર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર નથી પણ અક્સાઈ ચીન પણ છે. ત્યારે આ મુદ્દે રાજનાથ સિંહે પણ મેટા નિવેદન આપ્યા છે. રાજનાથ સિંહે જમ્મુની યુનિવર્સીટીમાં કહ્યુ હતુ કે પાકિસ્તાનની દુર્દશા જાણીતી છે. પાકિસ્તાન માત્ર રાજકીય રીતે જ અસ્થિર નથી, પરંતુ તેની અર્થવ્યવસ્થા પણ હવે કથડી ગઈ ગઈ છે. પાકિસ્તાને પોતાની અર્થવ્યવસ્થાને સુધારવા માટે ઘણા પ્રયત્નો કરવા પડશે. પાકની હાલત એવી છે તે ૫૦ વર્ષમાં સૌથી વધુ મોંઘવારી દર સાથે ઝઝૂમી રહ્યું છે. કદાચ તેના જ કારણે ત્યાંની લોકો ગરીબીમાં ધકેલાયા છે. તેમજ મોઘવારી આસમાન આંબી રહી છે અનેક વસ્તુમાં મોટો ભાવ વધારો પર જાેવા મળી રહ્યો છે. ત્યારે કિંમતો વચ્ચે લોકો પરનો બોજ ઓછો કરવા માટે, સરકારે એપ્રિલમાં મફત લોટ આપવાની ફરજ પડી હતી જેમાં પણ નાસભાગ મચી ગઈ હતી. પાકિસ્તાનની સરકારને હવે અન્ય દેશોની મદદ પર ર્નિભર છે બાહ્ય સહાય પર પાક માટે જરુરી બની ગઈ છે અને દેશ નાદારીના જાેખમમાં મૂકાયો છે. આર્થિક મોડલ વિદેશી લોન પર ખૂબ આધાર રાખે છે, ત્યારે આગામી વર્ષોમાં પાકિસ્તાને લગભગ ઇં૮૦ મિલિયનનું દેવું ચૂકવવાના પડકારનો સામનો કરવો પડશે. રાજનાથ સિંહે પોતાના નિવેદનમાં એક મહત્વની વાત કહી કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના લોકો ભારતીય કાશ્મીરનો વિકાસ અને લોકોમાં સમૃદ્ધિ પરત જાેઈ રહ્યા છે અને આ જ કારણ છે કે ત્યાંના લોકો પણ પાકિસ્તાનના ક્ષય અને સેનાના આતંકવાદને સમર્થન આપી રહ્યા છે. ૈંજીૈં. નીતિને લઈને ચિંતિત છે. જમ્મુ અને કાશ્મીરમાં માથાદીઠ વાર્ષિક આવક ૧૩૮૧૨ રૂપિયા છે જ્યારે દૈનિક આવક ૪૬૦ રૂપિયા છે. જાે કે આ દર ૧૯૭૬૧૬ ની રાષ્ટ્રીય સરેરાશ આવક કરતા ઓછો છે, પરંતુ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની તુલનામાં, ત્યાંથી સ્થિતિ ઘણી સારી દેખાય છે. પાકિસ્તાનમાં પીઓકેની અર્થવ્યવસ્થાનો અંદાજ લગાવી શકાય છે જેની રાષ્ટ્રીય સરેરાશ આવક ૧,૨૮,૫૪૭ છે. પીઓકેના લોકો સતત જાેઈ રહ્યા છે કે કલમ ૩૭૦ નાબૂદ થયા પછી જમ્મુ-કાશ્મીરમાં વિકાસની ગતિ કેટલી ઝડપથી વધી છે. લોકોનું જીવન બદલાઈ ગયું છે. આવી સ્થિતિમાં પીઓકેના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે કોઈ આકર્ષણ બાકી નથી. પાકિસ્તાન પર વધી રહેલા દેવાથી ત્યાંના લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પીઓકેમાં રહેતા ત્યાંના લોકો પાકિસ્તાન સરકાર સામે બળવો કરે છે. પાકિસ્તાનમાં ગમે તેટલી સરકાર હોય, પીઓકેની સ્થિતિમાં સુધારો થતો નથી. અને આ જ કારણ છે કે માત્ર ર્ઁદ્ભના સામાન્ય લોકો જ નહીં પરંતુ ત્યાંના ઘણા નેતાઓ પણ પાકિસ્તાનના કબજામાંથી આઝાદી ઈચ્છે છે. તાજેતરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં પાકિસ્તાન સરકાર વિરુદ્ધ જાેરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને ભારત પાસે મદદની માંગ કરવામાં આવી હતી. પીઓકેના લોકોનું કહેવું છે કે વર્તમાન શાહબાઝ સરકાર તેમની સાથે ભેદભાવ કરી રહી છે. જેની સામે લોકો દરરોજ સરઘસ કાઢે છે. પરિસ્થિતિને જાેતા, યુએસએની ડેલવેર યુનિવર્સિટીના પ્રોફેસર મુક્તદાર ખાને પાકિસ્તાન સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે ભારતે હુમલો કરીને સમગ્ર જમ્મુ-કાશ્મીરને પોતાની સરહદમાં ભેળવી દેવું જાેઈએ. સમગ્ર જમ્મુ-કાશ્મીરને એક કરવા માટે માત્ર પીઓકેમાં જ નહીં પરંતુ ભારતીય કાશ્મીરમાં પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે. અને આ અવાજ ઘણા સમયથી ઉઠી રહ્યો છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ પહેલા જ કહી ચુક્યા છે કે પીઓકેને આઝાદ કરવાનો અને તેને ભારતમાં સામેલ કરવાનો સમય આવી ગયો છે. સુબ્રમણ્યમ સ્વામીએ એમ પણ કહ્યું છે કે યુએનમાં પંડિત જવાહરલાલ નેહરુના પ્રસ્તાવને પાછો ખેંચીને પીઓકેને પરત લઈ શકાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/