fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાનના CM અશોક ગેહલોતના પગમાં હેરલાઇન ફ્રેક્ચર

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને પગમાં ઈજા થતાં, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સીએમ ગેહલોતના પગના નખમાં ઈજા થઈ છે. સીએમનો પગ વળવાને કારણે કોઈ તીક્ષ્ણ વસ્તુ તેમના નખને વીંધી ગઈ હતી. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતી. જ્યાં તેમના પગના નખમાં થયેલી ઈજાનું ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ પગના નખનો એક્સ-રે પણ કરવામાં આવ્યો હતો. સીએમના ઓએસડી લોકેશ શર્માએ જણાવ્યું કે, ડોક્ટરોએ તેના પગની તપાસ કરી છે. તપાસમાં જાણવા મળ્યું કે મુખ્યમંત્રીના પગમાં હેરલાઇન ફ્રેક્ચર છે. સારવાર બાદ પગ પર પ્લાસ્ટર બાંધવામાં આવ્યું છે. જાે કે સીએમને હોસ્પિટલમાં જરૂરી સારવાર આપ્યા બાદ, રજા આપવામાં આવી છે. સીએમ અશોક ગેહલોતને હોસ્પિટલમાં દાખલ થતાંની સાથે જ તેમના સ્વજનો તેમજ તેમના પરિવારના સભ્યો ચિંતાતુર બની ગયા હતા. ગેહલોતના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. સીએમ અશોક ગેહલોતના પત્ની સુનીતા ગેહલોત, પુત્રવધૂ હિમાંશી ગેહલોત, પૌત્રી કશ્વિની ગેહલોત હોસ્પિટલ પહોંચ્યા હતા. સીએમને હોસ્પિટલમાં દાખલ થતાં જ સરકારના મેડિકલ અને હેલ્થ મિનિસ્ટર પરસાદી લાલ મીણા પણ એસએમએસ હોસ્પિટલ પહોંચ્યા હતા. સીએમની ઈજાના સમાચાર મળ્યા બાદ મંત્રી મહેશ જાેષી અને મંત્રી પરસાદી લાલ મીણાની સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદ સિંહ દોતાસરા પણ હાજર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (૩૦ જૂન) જયપુરમાં ગેહલોત સરકારની કેબિનેટની બેઠક છે. આ બેઠકમાં સરકારના તમામ મંત્રીઓ હાજર રહેશે. આ બેઠક પૂર્વે જ સીએમને પગમાં ઈજા થઈ હતી અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. સીએમ અશોક ગેહલોત સરકાર ચલાવવાની સાથે આગામી વિધાનસભાની ચૂંટણીને લગતા કાર્યક્રમોમાં સતત વ્યસ્ત છે. રાજ્સથાનમાં કોંગ્રેસ પાર્ટીના નેતાઓને એક કરવા ઉપરાંત તેઓ વધુને વધુ લોકોને પણ મળી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/