fbpx
રાષ્ટ્રીય

૪૦૦થી વધુ અમરનાથ યાત્રા પર જતા નકલી મુસાફરોની નોંધણીનો ખુલાસો, પોલીસે નોંધી હ્લૈંઇ

જમ્મુ-કાશ્મીરથી અમરનાથ યાત્રા આજે એટલે કે શનિવારે શરૂ થઈ ગઈ છે. જમ્મુ અને કાશ્મીર પ્રશાસને બાલતાલથી અમરનાથ યાત્રાના યાત્રિકોના પ્રથમ બેચને દર્શન માટે પવિત્ર ગુફા તરફ રવાના કર્યા છે. દરમિયાન, આ યાત્રા પર જતા ૪૦૦ થી વધુ યાત્રાળુઓની નોંધણી પરમિટ નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે માહિતી આપતાં જમ્મુ-કાશ્મીરના અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ, કઠુઆ અને સાંબા જિલ્લામાંથી અમરનાથ યાત્રા માટે જઈ રહેલા ૪૩૦ થી વધુ શ્રદ્ધાળુઓની નોંધણી પરમિટ નકલી હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતના ખુલાસા બાદ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે પણ તપાસ શરૂ કરી છે. જમ્મુ અને કઠુઆ જિલ્લાના લખનપુર એન્ટ્રી પોઈન્ટ પર ૩૬૫ લોકો નકલી નોંધણી પરમિટ સાથે પકડાયા હતા જ્યારે ૬૮ લોકો સાંબા જિલ્લામાંથી પકડાયા હતા. જમ્મુ જિલ્લા વહીવટીતંત્રે પોલીસની મદદથી આ વર્ષે ૩૦૦ નકલી નોંધણી પરમિટ શોધી કાઢી છે. તે જ સમયે, કઠુઆમાં ૬૫ નકલી નોંધણી પરમિટ મળી આવી છે. જમ્મુના ડેપ્યુટી કમિશનર અવની લવાસાએ કહ્યું કે તીર્થયાત્રીઓએ અમરનાથ શ્રાઈન બોર્ડની સત્તાવાર વેબસાઈટ અને યોગ્ય રજીસ્ટ્રેશન કાઉન્ટર પર જ નોંધણી કરાવવી જાેઈએ.

તે જ સમયે, તેમણે યાત્રાળુઓને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારની મુશ્કેલી ટાળવા માટે તેમની નોંધણી પરમિટ અગાઉથી તપાસી લે. અધિકારીઓએ જણાવ્યું કે લખનપુર એન્ટ્રી પોઈન્ટ પર પહોંચ્યા બાદ શ્રી અમરનાથ જી શ્રાઈન પોર્ટલ પર ઈ-કેવાયસી દરમિયાન ૬૫ અમરનાથ યાત્રીઓની વિગતો ખોટી મળી હતી. જ્યારે કઠુઆ પ્રશાસને આ મામલાની તપાસ કરી તો કેટલીક ટ્રાવેલ એજન્સી દ્વારા મુસાફરો સાથે છેતરપિંડીનો ખુલાસો થયો. આ પછી, છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી માટે મામલો પોલીસને સોંપવામાં આવ્યો હતો. એ જ રીતે, સાંબા જિલ્લામાં જેમની નોંધણી પરમિટ નકલી હોવાનું જાણવા મળ્યું હતું, તેઓએ પણ જણાવ્યું કે તેમની નકલી નોંધણી ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રહેવાસી રાહુલ ભારદ્વાજે કરી હતી. તેણે રજીસ્ટ્રેશન માટે દરેક વ્યક્તિ પાસેથી ૭ હજાર રૂપિયા લીધા હતા. બીજી તરફ અમરનાથ યાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન, ૧ જુલાઈની સવારે, અધિકારીઓએ પ્રથમ બેચને ફ્લેગ ઓફ કર્યું. આ દરમિયાન બધા ભોલેના રંગમાં સજ્જ જાેવા મળ્યા હતા અને હર હર મહાદેવના નારા લગાવીને યાત્રાની શરૂઆત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/