fbpx
રાષ્ટ્રીય

અદાણી ગ્રુપ કંપનીનો શેર ૧ વર્ષમાં ૬૮% તૂટ્યો

હાલના સમયમાં શેરબજારમાં તેજી જાેવા મળી રહી છે પરંતુ ઘણા એવા શેરો છે જે ઘટી રહ્યા છે. ગૌતમ અદાણીની એક કંપનીના શેરમાં પણ જાેરદાર ઘટાડો જાેવા મળી રહ્યો છે. આ શેર અદાણી ગ્રુપની કંપની અદાણી ટ્રાન્સમિશનનો છે. અદાણી ટ્રાન્સમિશનના શેર તેમના ૫૨ સપ્તાહના ઉચ્ચ સ્તરેથી ૮૦ ટકાથી વધુ તૂટ્યા છે. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ મ્જીઈ પર કંપનીના શેર રૂ. ૪૨૩૮.૫૫ના સ્તરે હતા. જ્યારે ૩૦ જૂન, ૨૦૨૩ના રોજ તે રૂ. ૭૬૭.૫૦ પર બંધ રહ્યો હતો. શેરમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. અદાણી ટ્રાન્સમિશનનો સ્ટોક સતત ઘટી રહ્યો છે. અદાણી ટ્રાન્સમિશનનું ૫૨ સપ્તાહનું લો લેવલ રૂ. ૬૩૦ છે. ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ, અદાણી ટ્રાન્સમિશનનો શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર રૂ. ૪૨૩૮.૫૫ પર બંધ થયો હતો. નિષ્ણાતોના મતે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં આ ઘટાડો બ્લોક ડીલને કારણે આવ્યો છે. રિપોર્ટ અનુસાર અદાણી ટ્રાન્સમિશનના ૪.૩ કરોડ શેરની ડીલ ભૂતકાળમાં થઈ ચૂકી છે. જાે કે, શેર વેચનાર અને ખરીદનાર વિશે કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે જ્ઞાન વગર શેરબજારમાં રોકાણ કરવું યોગ્ય નથી. આવી સ્થિતિમાં કોઈપણ શેર ખરીદતા અને વેચતા પહેલા એકવાર તમારા નાણાકીય સલાહકાર સાથે વાત કરવી જાેઈએ. જાે તમે પૂરતા જ્ઞાન અને માર્ગદર્શન વગર ખરીદ-વેચાણ કરો છો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે. શેરબજારમાં ઘણા શેરોમાં રોકાણકારોએ બમ્પર નફો કર્યો છે. તે જ સમયે એવા ઘણા શેરો છે જેમાં રોકાણકારોને ભારે નુકસાન થયું હોવાના કિસ્સા પણ ધ્યાનમાં આવ્યા છે. અમેરિકન રિસર્ચ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આ વર્ષે જાન્યુઆરીમાં આવ્યો હતો. ત્યાર બાદ અદાણીની તમામ કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જાેવા મળ્યો હતો. તેના કારણે પણ અદાણી ટ્રાન્સમિશનના શેરમાં ઘટાડો જાેવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને મોટા ઉછાળા સાથે બંધ થયા હતા. છેલ્લા સ્તરમાં સેન્સેક્સ ૧.૨૬ ટકા મુજબ ૮૦૩.૧૪ પોઈન્ટના જબરદસ્ત વધારા સાથે ૬૪,૭૧૮.૫૬ પર કારોબાર બંધ કર્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સે ૬૪,૭૬૮.૫૮ પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ એટલેકે સર્વોચ્ચ સપાટી નોંધાવી હતી. તે જ સમયે દ્ગજીઈ નિફ્ટી પણ તેજીમાં પાછળ રહ્યું ન હતું. ઈન્ડેક્સ ૧.૧૪ ટકા અથવા ૨૧૬.૯૫ પોઈન્ટના તેજી સાથે ૧૯,૧૮૯.૦૫ પોઈન્ટ પર કારોબાર પૂર્ણ કર્યો હતો. નિફ્ટીએ પણ આજે કારોબાર દરમિયાન ૧૯,૨૦૧.૭૦ની નવી ઉપલી સપાટી બનાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/