fbpx
રાષ્ટ્રીય

ભારત સરકારે જૂન મહિનામાં ૧.૬૧ લાખ કરોડની કરી કમાણી, ફરી એક રેકોર્ડ બનાવ્યો

જૂન મહિનામાં ભારત સરકારનું ય્જી્‌ કલેક્શન ૧૨% વધીને રૂ. ૧.૬૧ લાખ કરોડ થયું છે. અગાઉ એપ્રિલ ૨૦૨૩માં ભારતમાં ૧.૮૭ લાખ કરોડ રૂપિયાનું ય્જી્‌ કલેક્શન થયું હતું, જ્યારે મે મહિનામાં ભારત સરકારનું ય્જી્‌ કલેક્શન ૧,૫૭,૦૯૦ કરોડ રૂપિયા હતું. દેશમાં ય્જી્‌ લાગુ થયાને ૬ વર્ષ થઈ ગયા છે. ભારતમાં ટેક્સેશનના ઈતિહાસમાં ય્જી્‌ની રજૂઆત એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. નાણા મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે જૂનમાં ભારતનું ય્જી્‌ કલેક્શન રૂ. ૧,૬૧,૪૯૭ કરોડ હતું, જે વાર્ષિક ધોરણે ૧૨ ટકાનો વધારો દર્શાવે છે. આ સાથે, માસિક જીએસટી કલેક્શન સતત ૧૫મા મહિને રૂ. ૧.૪ લાખ કરોડને પાર કરી ગયું છે. દેશમાં ય્જી્‌ લાગુ થયા બાદ છઠ્ઠી વખત ય્જી્‌ કલેક્શન ૧.૬ લાખ કરોડને વટાવી ગયું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ય્જી્‌ કલેક્શનથી સરકારની કમાણી સતત વધી રહી છે. જૂન મહિનામાં કુલ ય્જી્‌ કલેક્શન ૧૬૧૪૯૭ કરોડ રૂપિયા હતું. જેમાં સેન્ટ્રલ જીએસટી રૂ. ૩૧૦૧૩ કરોડ અને સ્ટેટ જીએસટી રૂ. ૩૮૨૯૨ કરોડ હતો. ૈંય્જી્‌ રૂ. ૮૦૨૯૨ કરોડ હતો. જેમાં ૩૯૦૩૫ કરોડ રૂપિયા આયાત અને ૧૧૯૦૦ કરોડ સેસથી આવ્યા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (ઝ્રછ્‌) એ શનિવારે ય્જી્‌ની નવેસરથી સમીક્ષા કરતી વખતે જણાવ્યું હતું કે કાયદાની અતિરેક ઘટાડવા અને પરોક્ષ કર પ્રણાલી હેઠળ વેપારીઓને નિયંત્રિત કરવા માટે એક વિશેષ કર દળની રચના કરવી જાેઈએ. જેમાં વરિષ્ઠ સરકારી અધિકારીઓ ઉપરાંત ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓને સામેલ કરવા જાેઈએ. આ સિવાય ઝ્રછ્‌એ દેશમાં ય્જી્‌ના છ વર્ષ પૂર્ણ થવાને ઐતિહાસિક સફળતા ગણાવી છે. ગુડ્‌સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને પ્રાદેશિક કર પ્રણાલી બનાવવા માટે ઘણું કરવાની જરૂર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/