fbpx
રાષ્ટ્રીય

પોર્ટલ પર લોગિન કર્યા પછી ‘ઈ-પે ટેક્સ’ ટેબમાં ચલણ ચુકવણીની સ્થિતિ ચકાસી શકાશે

૩૦ જૂન, ૨૦૨૩ એ આધાર કાર્ડને ઁછદ્ગ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ હતી. ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું આવકવેરા વિભાગ લિંક કરવાની સમયમર્યાદા લંબાવશે કે નહીં. હાલમાં, આવકવેરા વિભાગ તરફથી સમયમર્યાદા અંગે કોઈ અપડેટ આવ્યું નથી. પરંતુ આવકવેરા વિભાગે શુક્રવારે મોડી રાત્રે એક ટિ્‌વટમાં આધાર લિંકિંગ માટે ફીની ચૂકવણી કર્યા પછી ઁછદ્ગ ધારકો દ્વારા ચલણ ડાઉનલોડ કરવામાં મુશ્કેલીની નોંધાયેલી ઘટનાઓની સ્પષ્ટતા કરી હતી. આવકવેરા વિભાગે તેના ટ્‌વીટમાં જણાવ્યું હતું કે આવા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં એવું જાેવામાં આવ્યું છે કે ઁછદ્ગ-આધાર લિંકિંગ માટે ફી ચૂકવ્યા પછી ઁછદ્ગ ધારકોને ચલણ ડાઉનલોડ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવા મામલા માટે, જણાવવામાં આવી રહ્યું છે કે આવકવેરા પોર્ટલ પર લોગિન કર્યા પછી ‘ઈ-પે ટેક્સ’ ટેબમાં ચલણ ચુકવણીની સ્થિતિ ચકાસી શકાય છે. જાે ચુકવણી સફળ થાય છે, તો ઁછદ્ગ ધારક ઁછદ્ગ ને આધાર સાથે લિંક કરવાની પ્રક્રિયા સાથે આગળ વધી શકે છે. વિભાગે ટ્‌વીટમાં વધુમાં જણાવ્યું છે કે જે મામલાઓમાં ઁછદ્ગ કાર્ડધારકે પેમેન્ટ કર્યું છે અને સંમતિ આપી છે, પરંતુ ૩૦ જૂન, ૨૦૨૩ સુધી લિંક કરવામાં આવ્યું નથી, તેમના કેસોને વિભાગ દ્વારા ધ્યાનમાં લેવામાં આવશે અને રાહત આપવામાં આવશે. આવકવેરા વિભાગે કહ્યું કે ઁછદ્ગ કાર્ડને લિંક કરવા માટે ચલણ રસીદ ડાઉનલોડ કરવાની જરૂર નથી. વિભાગે કહ્યું કે ઁછદ્ગ ધારક સફળતાપૂર્વક ચુકવણી પૂર્ણ કરે કે તરત જ તેમને ચલણની નકલ સાથે એક ઈમેલ મોકલવામાં આવે છે. આવી સ્થિતિમાં તેમને અલગથી ડાઉનલોડ કરવાની જરૂર નથી. આપને જણાવી દઈએ કે ઁછદ્ગને આધાર સાથે લિંક કરવાનો કાયદો ૧ જુલાઈ ૨૦૧૭ થી અમલમાં આવ્યો છે. ૩૦ જૂન ૨૦૨૩ તેને લિંક કરવાની છેલ્લી તારીખ હતી. આવી સ્થિતિમાં, જાે કોઈ વ્યક્તિ ૩૦ જૂન, ૨૦૨૩ સુધીમાં તેના આધારને ઁછદ્ગ સાથે લિંક કરવામાં સક્ષમ ન હોય અને તેને પછીની તારીખે લિંક કરવા માંગે છે, તો આવકવેરા વિભાગને દંડ ચૂકવ્યા પછી બંનેને લિંક કરી શકાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/