fbpx
રાષ્ટ્રીય

મોંઘવારીનો વધુ એક ફટકો, LPG સિલિન્ડરના ભાવ વધ્યા

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ??કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. સામાન્ય રીતે ૧લીએ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થાય છે. આ વખતે ૧ જુલાઈના રોજ ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા. તેના પછી ચોથા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરીને મોટો ઝટકો આપ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં સાત રૂપિયાનો ઝીકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૯ કિલો વજનનો ઉપલબ્ધ થાય છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા ચેન્નાઈ અને અમદાવાદમાં આ એલપીજી ગેસના ભાવમાં ઉથલ પાથલ જાેવા મળી નથી. ઘરેલુ વપરાશના એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં ૧૧૦૩ રૂપિયા, કોલકાતામાં ૧૧૨૯ રૂપિયા, મુંબઈમાં ૧૧૦૨.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૧૧૮.૫૦ રૂપિયા પર ઉપલબ્ધ થઇ રહ્યા છે. આજના વધારા બાદ દિલ્હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત ૧,૭૭૩ રૂપિયાથી વધીને ૧,૭૮૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને ૧૮૮૨.૫૦ રૂપિયા થઈ ગઈ છે, જે પહેલા ૧૮૭૫.૫૦ રૂપિયા હતી. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વઘી છે

અગાઉ ગેસના સિલિન્ડરનો ભાવ ૧૭૨૫ રૂપિયા હતો જે વધીને ૧૭૩૨ રૂપિયા થઈ ગયો છે. દક્ષિણ ભારતના મહાનગર ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ૧૯૩૭ રૂપિયાથી વધીને ૧૯૪૪ રૂપિયા થઈ ગઈ છે. અગાઉ મહિનામાં કિંમતમાં ૫૦ રૂપિયાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો હતો. રાજધાનીમાં ૧૯ કિગ્રા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે. રસોડામાં વપરાતા ઘરેલું કે હોટલ સહિતના સ્થળોએ કોમર્શિયલ હેતુ માટે વપરાતા સિલિન્ડરની કિંમતો અંગેનો ર્નિણય ૧ જુલાઈએ પણ આવ્યો હતો. અહીં એ જાણવું જરૂરી છે કે દર મહિને પહેલી તારીખે ગેસના ભાવ અપડેટ કરવામાં આવે છે અને તેમાં સુધારો કરવામાં આવે છે. જ્યારે મે અને એપ્રિલમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો ત્યારે ૧૪ કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો. રાજધાનીમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત છે ૧૯ કિગ્રા જાે તમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર જાતે તપાસવા માંગતા હોય તો રંંॅજઃ//ર્ૈષ્ઠઙ્મ.ર્ષ્ઠદ્બ/ॅિૈષ્ઠીજ-ર્ક-ॅીંિર્ઙ્મીેદ્બ-ॅિર્ઙ્ઘેષ્ઠંજ લિંકની મુલાકાત લો. તમે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ એલપીજીની કિંમતમાં કોઈપણ ફેરફાર જાેઈ શકો છો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/