fbpx
રાષ્ટ્રીય

અમરનાથ યાત્રામાં ૬૭૦૦૦ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના કર્યા દર્શન

અમરનાથ યાત્રાને લઈને એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૧ જુલાઈથી યાત્રા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં કુલ ૬૭,૫૬૬ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. બુધવારે, બાલતાલ અને નુનવાન બેઝ કેમ્પ બંનેમાંથી ૧૮,૩૫૪ શ્રદ્ધાળુઓ અમરનાથ ગુફા માટે રવાના થયા હતા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમાં ૧૨૪૮૩ પુરૂષો, ૫૧૪૬ મહિલાઓ, ૪૫૭ બાળકો, ૨૬૬ સાધુ અને ૨ સાધ્વીઓનો સમાવેશ થાય છે. મીડિયા રિપોર્ટ્‌સથી પ્રાપ્ત માહિતી અનુસાર, યાત્રાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૬૭૫૬૬ યાત્રાળુઓએ મુલાકાત લીધી છે અને આગામી દિવસોમાં વધુ યાત્રિકો મંદિરે પહોંચ્યા બાદ ભોલેનાથના દર્શન કરશે. સત્તાવાર પ્રવક્તાના જણાવ્યા અનુસાર, યાત્રાળુઓને તેમની સમગ્ર યાત્રા દરમિયાન તમામ જરૂરી વસ્તુઓ અને સુવિધાઓ પૂરી પાડીને રાજ્ય એજન્સીઓ અને નાગરિક વિભાગો દ્વારા મદદ કરવામાં આવી રહી છે. પોલીસ, જીડ્ઢઇહ્લ, આર્મી, અર્ધલશ્કરી, આરોગ્ય, ઁડ્ઢડ્ઢ, ઁૐઈ, ેંન્મ્, માહિતી, શ્રમ, અગ્નિ અને કટોકટી, શિક્ષણ અને પશુપાલન સહિતના તમામ વિભાગોએ તેમના કર્મચારીઓને તૈનાત કરીને તમામ જરૂરિયાતો અને વ્યવસ્થાઓ પૂર્ણ કરી છે. યાત્રીઓને સંપૂર્ણ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે જેમાં લંગર, આરોગ્ય સુવિધાઓ, પોનીવાલા, પિત્તુવાલા, દાંડીવાલા અને અન્ય ઘણી સહાય શિબિર નિર્દેશકોની દેખરેખ હેઠળ છે. ૬૨ દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ સમાપ્ત થશે. મળતી માહિતી મુજબ આ વખતે અમરનાથ યાત્રાના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આ વખતે પવિત્ર ગુફામાં ઝ્રઇઁહ્લની જગ્યાએ ૈં્‌મ્ઁ જવાન તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુફા સિવાય અન્ય સ્થળોએ પણ સુરક્ષા દળોની તૈનાતીમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પવિત્ર ગુફા, ચંદનવાડી, શેષનાગ, પોષપત્રી અને પંચતરણી સુધી પહોંચવાના મહત્વના સ્થળોની આસપાસ સીઆરપીએફને પણ હટાવી દેવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે અહીંથી હટાવવામાં આવેલી કંપનીઓને ક્યાંય મોકલવામાં પણ આવી નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/