fbpx
રાષ્ટ્રીય

ગેહલોત અને પાયલોટ વચ્ચે સમાધાન થયું

આ ચાલુ વર્ષના અંતમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તૈયારીના ભાગરૂપે રાજસ્થાનમાં આજે કોંગ્રેસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ઝ્રસ્ અશોક ગેહલોત અને ઁઝ્રઝ્ર ચીફ સહિત પ્રદેશ કોંગ્રેસના ૨૯ નેતા સામેલ થયા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે મીડિયાને સંબોધતા કહ્યુ કે, મીટિંગમાં નેતાઓએ ર્નિણય લીધો છે કે, કોંગ્રેસ રાજસ્થાન ચૂંટણી જીતી શકે છે, પરંતુ શરત એ છે કે રાજસ્થાન કોંગ્રેસમાં એકતા હોવી જાેઈએ. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીની તૈયારીઓ પર કહ્યું કે, આજે બેઠકમાં હાજર તમામ નેતાઓએ એક થઈને ચૂંટણી લડવાનો ર્નિણય કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, જીતવાની ક્ષમતાના આધાર પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ઉમેદવારોની યાદી સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીમાં સચિન પાયલટની ભૂમિકા અંગે એક સપ્તાહમાં મોટી જાહેરાત થઈ શકે છે. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે વસુંધરા સરકારના ભ્રષ્ટાચાર સામે ગેહલોત સરકાર તાત્કાલિક પગલાં લેશે. આ બેઠકમાં સીએમ અશોક ગેહલોત અને પીસીસી ચીફ સહિત ૨૯ નેતાઓએ હાજરી આપી હતી. સચિન પાયલટની આ છે ત્રણ માગ? ૧. રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે ઇઁજીઝ્ર નાબૂદ કરી તેનું પુનર્ગઠન કરવું જાેઈએ. ૨. પેપર લીકના કારણે જે વિદ્યાર્થીઓને નુકસાન થયું છે તે તમામ વિદ્યાર્થીઓને યોગ્ય વળતર મળવું જાેઈએ. અને ૩. પૂર્વ સીએમ અને બીજેપી નેતા વસુંધરા રાજે સિંધિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસની તપાસ થવી જાેઈએ. કેસી વેણુગોપાલે કહ્યું કે પાર્ટીએ ર્નિણય લીધો છે કે દરેકે કડક નિયમોનું પાલન કરવું પડશે. કોઈપણ મુદ્દા પર માત્ર પક્ષની અંદર ચર્ચા થવી જાેઈએ અને પક્ષના આંતરિક રાજકારણ વિશે પક્ષની બહાર બોલવાની કોઈને સ્વતંત્રતા નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/