fbpx
રાષ્ટ્રીય

હરિયાણાના હથિનીકુંડ બેરેજથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનને વટાવી ગયું

છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં (ડ્ઢીઙ્મરૈ) યમુનાનું જળ સ્તર ખતરાના નિશાન (૨૦૪.૫ મીટર)ને વટાવી ગયું છે. યમુનાના જળસ્તર વધ્યા બાદ દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ સાથે રાજધાનીમાં અલગ-અલગ અકસ્માતોમાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોત થયા છે અને એટલી જ સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં છેલ્લા ૪૦ વર્ષમાં આટલો વરસાદ થયો નથી.

વરસાદને કારણે કેટલીક જગ્યાએ રસ્તાઓ પર ઘૂંટણિયે પાણી જાેવા મળ્યું હતું. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે રાજધાનીની ડિઝાઈન ૧૫૩ મીમી વરસાદને સહન કરવાની નથી. છેલ્લા ૪૦ વર્ષમાં આવો વરસાદ પડ્યો નથી. દ્ગડ્ઢસ્ઝ્ર અને ઘણા ફૈંઁ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તે જ સમયે, હવામાન વિભાગના અનુમાન મુજબ દિલ્હીના લોકોને હાલમાં વરસાદથી કોઈ રાહત દેખાતી નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે મંગળવારે પણ દિલ્હીમાં હળવો વરસાદ પડી શકે છે. બુધવાર, ગુરુવાર અને શુક્રવારમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ શનિવાર અને રવિવારે ફરી એકવાર વરસાદી ગતિવિધિઓ જાેવા મળશે. એકંદરે દિલ્હી-દ્ગઝ્રઇના લોકોને આ અઠવાડિયે રાહત મળવાની નથી. યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી ગયા પછી દિલ્હીના જે વિસ્તારોમાં પૂરનું જાેખમ છે તેમાં સીલમપુરની કિસાન બસ્તી, બદરપુર ખાદર ગામ, સબપુર બસ ટર્મિનલ, સોનિયા વિહાર ખાતે સ્ઝ્રડ્ઢ ટોલ, ૈંજીમ્‌ સાથે કિસાન બસ્તી, અન્નપૂર્ણા મંદિર, ૈંજીમ્‌ અન્ય ઘણા વિસ્તારો છે.

જેમાં વાલી કિસાન બસ્તી, ઉસ્માનપુર પુસ્તા, બાદરપુર ખાદર ગામ અને ગઢી માંડુ ગામ, દિલ્હી સચિવાલય, લક્ષ્મી નગર, યમુના વિહારનો સમાવેશ થાય છે. દિલ્હીના કરોલ બાગ અને સુંદર નગરની દિવાલ ધરાશાયી થવાને કારણે એક મહિલા અને એક આધેડનું મોત થયું હતું. બીજી તરફ પ્રશાંત વિહારમાં ઝાડ પડવાથી રિક્ષા ચાલકનું મોત થયું હતું. તે જ સમયે, મુકુંદપુરમાં એક ઘરની બાલ્કની તૂટી પડવાથી અને તીસ હજારી હોસ્પિટલમાં દિવાલ ધરાશાયી થવાને કારણે બે લોકોના મોત થયા હતા. આ ઉપરાંત વૃક્ષો પડવા અને અન્ય ઘટનાઓમાં ૫થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. દિલ્હીમાં વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે બુલેટિન જાહેર કરતા પોલીસે જણાવ્યું કે રાજધાનીમાં કુલ ૧૩ સ્થળોએ પાણી ભરાઈ જવાના અહેવાલ છે, જ્યારે એક જગ્યાએ વૃક્ષ પડી ગયુ છે. પોલીસે જણાવ્યું હતું કે ભારે વરસાદમાં ટ્રાફિક વ્યવસ્થાને સુવ્યવસ્થિત રીતે ચલાવવા પાણી ભરાયેલા વાહનોને દૂર કરવા અને લોકોને મદદ કરવા માટે લગભગ ૩૦૦૦ ટ્રાફિક પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/