fbpx
રાષ્ટ્રીય

નેપાળમાં ટામેટાનું ૨૫ રૂપિયે કિલોના ભાવે થાય છે વેચાણ તો, બિહારમાં તે ટામેટા આવતાની સાથે જ કિંમત ૧૫૦ રૂપિયાને પાર

ભારતના લગભગ તમામ રાજ્યોમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. ઘણા રાજ્યોમાં તેનો ભાવ ૨૦૦ રૂપિયા પ્રતિ કિલો જેટલો પહોંચી ગયો છે. જાે બિહારની વાત કરવામાં આવે તો ત્યા પણ ટામેટા ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે. ટામેટાના આસમાનને આંબી જતા ભાવને ધ્યાનમાં રાખીને ભારતના પાડોશી દેશ નેપાળમાંથી તેની મોટા પ્રમાણમાં દાણચોરી કરવામાં આવી રહી છે. અહેવાલ મૂજબ દરરોજ ૨૦૦ થી ૩૦૦ ઘોડાગાડીમાં ટામેટા નેપાળથી દાણચોરી કરીને રક્સૌલ પહોંચી રહ્યા છે. ત્યારબાદ તેને રક્સૌલથી ટ્રકમાં ભરીને દેશના જુદા-જુદા રાજ્યોમાં મોકલવામાં આવે છે. બિહારને અડીને આવેલા નેપાળમાં જનકપુર પાસે લાલબંદીમાં મોટા પાયે ટામેટાની ખેતી થાય છે.

નેપાળમાં ટામેટાનું ૨૫ રૂપિયે કિલોના ભાવે વેચાણ થાય છે. બિહારમાં તે ટામેટા આવતાની સાથે જ તેની કિંમત ૧૫૦ રૂપિયાને પાર કરી જાય છે. એટલે કે એક કિલો પર અંદાજે ૧૨૫ રૂપિયા જેટલો નફો થાય છે. નેપાળથી દાણચોરો ટામેટાને ઘોડા ગાડીમાં ભરીને શંકરાચાર્ય દ્વાર થઈને મૈત્રી પુલ પર પહોંચે છે. ત્યારબાદ ટામેટા પ્રેમ નગર, અહિરવા ટોલા થઈને રક્સૌલ પહોંચે છે. દાણચોરીની આ બધી જ પ્રક્રિયા રાતના અંધકારમાં નહીં પણ દિવસ દરમિયાન કરવામાં આવે છે અને દિવસભર થાય છે. નિયમો અનુસાર કોઈ પણ ખાદ્યપદાર્થને એક દેશમાંથી બીજા દેશમાં લઈ જતા પહેલા તેના ખોરાકની તપાસ કરાવવી જરૂરી છે. ફૂડ ટેસ્ટ લેબોરેટરીમાં ખાદ્યપદાર્થો યોગ્ય જણાય તે પછી જ તેની આયાત કરવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ તસ્કરો નિયમોને નેવે મૂકીને તેની દાણચોરી કરી રહ્યા છે. ભારતમાં અત્યારે શાકભાજીના ભાવ આસમાને છે અને તમામ પ્રકારના લીલા શાકભાજીના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. ખાસ કરીને ટામેટાના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. જેનો ફાયદો ઉઠાવીને તસ્કરો તગડો નફો કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/