fbpx
રાષ્ટ્રીય

કેરળમાં અમીબાએ એક કિશોરનું મગજ ખાઈ જતા મોત

તાજેતરમાં કેરળમાં એક કિશોરનું મગજ અમીબા દ્વારા ખાઈ જવાથી મૃત્યુ થયું હતું. આ એવુ એક સંક્રમણ છે જે દુર્લભ છે, પરંતુ સંક્રમિત થયા બાદ ૯૭ ટકા લોકોના મોત નીપજ્યા હોવાના પુરાવા છે. ૧૦મા ધોરણમાં અભ્યાસ કરતો આ કિશોરના મોત બાદ તે ફરી ચર્ચામાં છે. સિવિલ સર્વિસીસ પરીક્ષામાં આરોગ્યને લગતા પ્રશ્નો જનરલ સ્ટડીઝ-બે પેપરમાં પૂછવામાં આવે છે. ચાલો જાણીએ આ સંક્રમણ કેવી રીતે થાય છે ? તેને વિશ્વમાં પ્રથમ ક્યારે ઓળખવામાં આવી હતી ? તેની સારવાર માટે શું વ્યવસ્થા છે? આ ગંભીર રોગના લક્ષણો શું છે? અહીં મળે છેઃ નએગ્લેરિયા ફોએલેરી (દ્ગટ્ઠીખ્તઙ્મીિૈટ્ઠ ર્કુઙ્મીિૈ) એટલે મગજ ખાતું અમીબા, હા આ તેનો પરિચય છે. સામાન્ય રીતે તે તળાવો, ઝરણા, ગરમ પાણીના ઝરણાં, ઓછા જાળવણીવાળા સ્વિમિંગ પુલ વગેરેમાં જાેવા મળે છે.

આ જીવ એટલો ઝીણો હોય છે કે તેને માત્ર માઈક્રોસ્કોપથી જ જાેઈ શકાય છે. તે નાક દ્વારા માનવ શરીરમાં પ્રવેશે છે અને મગજ પર સીધો હુમલો કરે છે. તેને પ્રાથમિક એમેબિક મેનિન્ગોએન્સફાલીટીસ (પીએએમ) પણ કહેવામાં આવે છે. તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચતું નથી. તે એક સારી વાત છે. આ લક્ષણોને ઓળખવા આ રીત છે જેમાં આ ચેપ લાગ્યાના એક અઠવાડિયામાં તેના લક્ષણો દેખાવા લાગે છે. તેના પ્રારંભિક લક્ષણોમાં માથાનો ગંભીર દુખાવો, તાવ, ઉબકા, ઉલટી અને ગરદન જકડાઈ જવી જેવા લક્ષણો છે. તે મનમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે. મગજમાં સોજાે આવે છે. આમાં માણસના જીવિત રહેવાની શક્યતાઓ ઘટી જાય છે. આ અમીબાનો ડિસેમ્બરમાં આવ્યો હતો કેસ. જેમાં ડિસેમ્બર ૨૦૨૨માં દક્ષિણ કોરિયાથી કિસ્સો સામે આવ્યો કે ૫૦ વર્ષનો એક વ્યક્તિ ચાર મહિના પછી થાઈલેન્ડથી પાછો આવ્યો હતો.

સાંજ પછી જ તેનામાં લક્ષણો દેખાવા લાગ્યા. તપાસમાં જાણવા મળ્યું કે દર્દીને ચેપ લાગ્યો છે. બાદમાં તેનું મૃત્યુ થયું હતું. જ્યારે પ્રથમ વખત મગજ ખાતી અમીબાનો કેસ ઓસ્ટ્રેલિયામાં વર્ષ ૧૯૬૫માં મળી આવ્યો. અમીબા એટલું શક્તિશાળી છે કે તે ૪૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ સક્રિય રહે છે. અમીબા એ એક કોષી જીવ છે. પોતે જ આકાર બદલવામાં સક્ષમ છે. તે પૃથ્વી પર જાેવા મળતા પ્રાચીન જીવોમાંનું એક છે. નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ અનુસાર, તે ૪૦૦ મિલિયન વર્ષો પહેલા સ્કોટલેન્ડમાં મળી આવ્યું હતું. મગજ ખાતી અમીબાના ૫૬ વર્ષમાં ૩૮૨ કેસ આવ્યા છે. અમીબામાં સ્ત્રી-પુરુષ જેવું કંઈ નથી. એક કોષી જીવ હોવાથી બે કોષ ચાર ભાગમાં તૂટી જાય છે અને આમ તેમની વસ્તી વધે છે. તેનું કોઈ નિશ્ચિત કદ હોતું નથી. છેલ્લા ૫૬ વર્ષોમાં, સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં ૩૮૨ કેસ નોંધાયા છે. તેમાંથી ૧૫૪ કેસ એકલા અમેરિકામાં નોંધાયા છે. સારી વાત એ છે કે આમાંથી ચારનો જીવ બચી ગયો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/